Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટરની સ્પીડે પવન ફૂંકાશે.
ગુજરાતમાં(Gujarat) ફરી એકવાર કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી વાદળછાયું વાતાવરણ છે માળીયાહાટીનાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. રાજકોટના જેતપુરમાં પણ છાંટા પડ્યા છે. કમોસમી વરસાદને પગલે કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. આ ઉપરાંત તલ, મગ, અડદ અને ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો ખેતરમાં પડેલા તૈયાર પાકને ઢાંકી દેવામાં લાગી ગયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટરની સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું(IMD) માનીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. તો ગાંધીનગર, અમદાવાદમાં પણ માવઠાની શક્યતા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરામાં માવઠાની આગાહી છે.બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ Surat : બે વર્ષ પછી ફરી લગ્નની સીઝન શરૂ થતા પહેલાની જેમ જ શહેનાઈઓ ગુંજશે, બિઝનેસમાં સારા સુધારની આશા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો