RTGS-NEFT દ્વારા મોકલાયેલા નાણાં મોડા મળે તો બેંકને ભરવો પડે આટલો દંડ, જાણો RBIના નિયમો
જો NEFT ટ્રાન્ઝેક્શનના પૈસા બેચ સેટલમેન્ટ પછી 2 કલાકની અંદર લાભાર્થીના ખાતામાં જમા ન થાય, તો બેંકે ગ્રાહકને (જેણે પૈસા મોકલ્યા છે) વ્યાજ સાથે દંડ ચૂકવવો પડશે. વર્તમાન RBI LAF રેપો રેટ સાથે, 2% વ્યાજ ચૂકવવું પડશે.

પૈસા ટ્રાન્સફર (Money transfer) કરવાની ઘણી બધી રીતો છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય ચલણ NEFT અને RTGS છે. બીજાના ખાતામાં પૈસા મોકલવાની આ સૌથી અનુકૂળ પ્રક્રિયા છે, પરંતુ કેટલીકવાર તેમાં વિલંબ થાય છે અથવા તો પૈસા અટવાઈ જાય છે. આ માટે કોઈક કારણ હોય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જ્યારે RTGS અને NEFT દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં (Bank accounts) પૈસા સમયસર જમા નથી થતા તો બેંકોએ દંડ ભરવો પડે છે ? તો ચાલો જાણીએ તેના નિયમો.
NEFT
NEFT દ્વારા પૈસા મોકલ્યા પછી, તમને ટ્રાન્સફર સેટલ કરવા માટે 2 કલાકનો સમય મળે છે. એટલે કે તરત અથવા અમુક સમયમાં પૈસા ટ્રાન્સફર ન થાય તો પણ બે કલાક રાહ જોવાનો નિયમ છે. આ બે કલાકમાં લાભાર્થીના ખાતામાં પૈસા જમા કરાવવાના રહેશે. જો આમ ના થાય, તો જે બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેણે તે શાખામાં પૈસા પરત કરવાના રહેશે જ્યાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ કારણસર લાભાર્થીની બેંકમાં પૈસા જમા નથી થતા.
દંડ
NEFT માટે રિઝર્વ બેંકનો નિયમ કહે છે કે, જો NEFT ટ્રાન્ઝેક્શનના પૈસા બેચ સેટલમેન્ટ પછી 2 કલાકની અંદર લાભાર્થીના ખાતામાં જમા ન થાય, તો બેંકે ગ્રાહકને (જેણે પૈસા મોકલ્યા છે) વ્યાજ સાથે દંડ ચૂકવવો પડશે. વર્તમાન RBI LAF રેપો રેટ સાથે, 2% વ્યાજ ચૂકવવું પડશે. આ પૈસા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. ભલે તે તેના માટે દાવો કરે કે ન કરે. RBIનો LAF રેપો રેટ હાલમાં 4.90 ટકા છે, જેમાં 2 ટકા વ્યાજ ઉમેર્યા બાદ ગ્રાહકના ખાતામાં 6.90 ટકા દંડ ભરવો પડશે.
RTGS નિયમ
RTGS નો સામાન્ય નિયમ કહે છે કે પૈસા મોકલવાના વાસ્તવિક સમયમાં ટ્રાન્સફર થવા જોઈએ. એવો પણ નિયમ છે કે લાભાર્થીની જે બેંકમાં પૈસા ટ્રાન્સફર થાય છે, તે બેંકે અડધા કલાકની અંદર લાભાર્થીના ખાતામાં પૈસા જમા કરાવવાના હોય છે. જો આવું ન હોય તો, મની ટ્રાન્સફર કર્યાના એક કલાકની અંદર મની ટ્રાન્સફર કરનારના ખાતામાં પૈસા પરત કરવાના રહેશે. જો પૈસા પરત ન કરવામાં આવે તો આરટીજીએસમાં પણ દંડ ફટકારવાની જોગવાઈ છે. અહીં પણ NEFT જેવો નિયમ છે. રેપો રેટના 4.90 ટકા અને 2 ટકાના દંડ સાથે, પૈસા ટ્રાન્સફર કરનાર ગ્રાહકને 6.90 ટકા દંડ ચૂકવવો પડશે.
ફરિયાદ કેવી રીતે કરવી
જો રૂપિયા સમયસર ટ્રાન્સફર ન થાય અને ખાતામાં પૈસા જમા ન થાય તો ગ્રાહક તેની બેંક અથવા તેની શાખામાં ફરિયાદ કરી શકે છે. તેને કૉલ કરી શકાય છે અથવા તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પરથી મેઈલ મોકલી શકાય છે. ગ્રાહકે તેની ફરિયાદમાં UTR નંબર લખવો પડશે.