AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા GST દર લાગુ થયા બાદ પણ જૂના ભાવે જ વસ્તુ વેચાતી હોય તો અહીં કરો ફરિયાદ

GSTના નવા દર લાગુ થયા બાદ, સરકારે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે જ્યાં ગ્રાહકો GST લાગુ થયા પહેલા અને પછીના માલના ભાવોની તુલના કરી શકે છે.

નવા GST દર લાગુ થયા બાદ પણ જૂના ભાવે જ વસ્તુ વેચાતી હોય તો અહીં કરો ફરિયાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2025 | 9:32 PM
Share

કેન્દ્ર સરકારે, 22મી સપ્ટેમ્બરથી GST દરોમાં મોટા ફેરફારો કર્યા છે, જેમાં ઘણી વસ્તુઓને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો અનેક ચીજવસ્તુ આનાથી ઘણી રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ છે. સરકારે નવા GST દરો અંગે એક સૂચના જાહેર કરી છે. નવા દરો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે. સરકારી સૂચના અનુસાર, હવે નવા ભાવે માલ ઉપલબ્ધ થશે. પરંતુ ઘણા લોકો વિચારી રહ્યા છે કે જો કોઈ દુકાનદાર GST સુધારા પછી પણ જૂના દરે માલ વેચી રહ્યો હોય તો શું કરવું.

ગ્રાહકો એવા દુકાનદારો સામે પણ ફરિયાદ નોંધાવી શકે છે, જે GSTના નવા દર અમલમાં આવ્યા બાદ પણ હજુ પણ જૂના GST દરે માલ વેચી રહ્યા હોય. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ GST અધિકારીઓને 54 ચીજવસ્તુઓની યાદી સુપરત કરી છે અને તેમને આ વસ્તુઓના ભાવ પર નજર રાખવાનો આદેશ ફણ આપ્યો છે. ચાલો તમને જણાવીએ કે જો કોઈ દુકાનદાર ભાવ ઘટાડતો નથી તો તમે ફરિયાદ ક્યાં કરશો.

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH)

સરકારે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) ચાલુ કરેલ છે. તમે અહીં સરળતાથી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમે તમારી ફરિયાદ- સમસ્યાની જાણ કરવા માટે ટોલ-ફ્રી નંબર 1800-11-4000 અથવા 1915 પર સીધા કૉલ કરી શકો છો. તમે 8800001915 પર WhatsApp મેસેજ પણ કરી શકો છો. આ ઉપરાંત https://consumerhelpline.gov.in પર GST સંબંધિત ફરિયાદો માટે એક ખાસ શ્રેણી બનાવવામાં આવી છે. ગ્રાહકો ઓટોમોબાઈલ, બેંકિંગ, FMCG અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને લગતી ફરિયાદો પણ સીધી નોંધાવી શકે છે.

કાયદા અને અસુરક્ષિત ગ્રાહકો

સરકારે ફરિયાદ નોંધવા અંગેની સેવા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, તમિલ, બંગાળી, અને આસામી સહિત કુલ 17 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ફરિયાદ નોંધાવ્યા પછી, ગ્રાહકોને એક અનન્ય ડોકેટ નંબર ફાળવવામાં આવે છે, જેનો ઉપયોગ ગ્રાહકો તેમની ફરિયાદની પ્રગતિને ટ્રેક કરવા માટે કરી શકે છે. ઝડપી નિરાકરણ સુનિશ્ચિત કરવા માટે ડેટા સંબંધિત કંપનીઓ, CBIC અને અન્ય નિયમનકારો સાથે સમયસર શેર કરવામાં આવશે.

બચતને ટ્રેક કરવા માટે નવું પોર્ટલ

સરકારે આવુ જ એક બીજું પોર્ટલ, https://savingswithgst.in પણ શરૂ કર્યું છે. ગ્રાહકો નવા GST દર લાગુ થયા પહેલા અને પછીના માલસામાનના ભાવની તુલના કરી શકે છે. આ પોર્ટલ ખાદ્ય પદાર્થો, ઘરગથ્થુ સામાન, ઇલેક્ટ્રોનિક્સ અને ખાદ્ય ચીજવસ્તુ એટલે કે નાસ્તા સહિત વિવિધ શ્રેણીઓને આવરી લે છે. આ ગ્રાહકોને સમજવામાં મદદ કરશે કે તેઓ દરેક વસ્તુ પર કેટલી બચત કરી રહ્યા છે અને નવા GST દરો તેમના માટે કેટલા ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price : શું GST દર ઘટાડા પછી પેટ્રોલ અને દારૂ સસ્તા થયા ? તમે નહીં જાણતા હોવ આ વાત

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">