તમારો ચેક યોગ્ય રીતે ભરો નહીં તો થઈ શકે છે પરેશાની, આ ટીપ્સને કરો ફોલો
આજના યુગમાં લોકો નાણાકીય વ્યવહારો માટે ભાગ્યે જ રોકડનો ઉપયોગ કરે છે. તેના બદલે તેઓ અન્ય માધ્યમો અપનાવે છે. તેમાં ચેકબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ ચેકબુક સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી કોઈ પણ વ્યક્તિ તેનો ખોટો લાભ ન લઈ શકે.
Cheque Book Tips: આજના યુગમાં લોકો નાણાકીય વ્યવહારો માટે ભાગ્યે જ રોકડનો ઉપયોગ કરે છે. તેના બદલે તેઓ અન્ય માધ્યમો અપનાવે છે. તેમાં ચેકબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ ચેકબુક સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી કોઈ પણ વ્યક્તિ તેનો ખોટો લાભ ન લઈ શકે. આ સાથે તમારે ચેકને યોગ્ય રીતે કેવી રીતે ભરવો તે પણ જાણવું જોઈએ. ચાલો આ બંને બાબતો વિશે જાણીએ.
ચેકબુક કેવી રીતે સુરક્ષિત રાખવી?
- પોતાના બધા જાહેર કરેલા ચેકની વિગતો સંભાળીને રાખો.
- તમારી ચેકબુકને સુરક્ષિત જગ્યાએ રાખો. તમારી ચેકબુકને ક્યારેય અસુરક્ષિત જગ્યાએ ન છોડી દો.
- જ્યારે પણ તમે તમારી ચેક બુક પ્રાપ્ત કરો, ત્યારે તેમાં હાજર ચેક લીવની ગણતરી કરો. જો કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક બેંકને તેની જાણ કરો.
ચેકબુક યોગ્ય રીતે ભરવા માટેની ટિપ્સ
- ખાલી ચેક પર ક્યારેય સહી ન કરો. ચેક પર હસ્તાક્ષર કરતા પહેલા તમે જે વ્યક્તિને તે આપી રહ્યા છો તેનું નામ, તારીખ અને રકમ હંમેશા ભરો.
- હંમેશા સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી ભરો, જેમ કે ચેક મેળવનારનું નામ, શબ્દો અને સંખ્યાઓમાં રકમ, તારીખ વગેરે. વધારાની જગ્યા પર ક્રોસ કરો.
- ચેક ભરતી વખતે હંમેશા તમારી પોતાની પેનનો ઉપયોગ કરો અને ચેક પર લખતી વખતે અંતર ન છોડો.
- એક કરતા વધુ જગ્યાએ ક્યારેય સાઈન કરશો નહીં.
- જ્યારે તમે ચેક રદ કરો છો, ત્યારે MICR બેન્ડ ફાડી – બગાડી નાખો અને ચેક ઉપર CANCEL લખો.
- ચેક પર કોઈપણ ખાલી જગ્યા પર રેખા દોરો.
- કોઈપણ ફેરફાર કરીને ચેકનો ઉપયોગ કરવાનું ટાળો. જો શક્ય હોય તો નવો ચેક જાહેર કરો.
- આ ઉપરાંત, ચેક પર ક્યારેય MICR બેન્ડ પર લખવું /સાઈન/માર્ક/પિન/સ્ટેપલ/પેસ્ટ/ફોલ્ડ ન કરો.
તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરથી ત્રણ બેંકોની ચેકબુક નકામી થઈ ગઈ છે. આ ચેકબુક તે બેન્કોની છે જે અન્ય બેંકમાં મર્જ થઈ છે. આ ત્રણ બેન્કોમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), અલ્હાબાદ બેન્ક અને યુનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (UBI)નો સમાવેશ થાય છે. OBC અને UBI પંજાબ નેશનલ બેંક (PNB) માં ભળી ગયા છે.
આ પણ વાંચો : Gold Price Today : દિવાળી સુધી સોનાનું રોકાણ આપી શકે છે સારું રિટર્ન, જાણો શું છે આજે 1 તોલા સોનાના ભાવ