Income Tax Portal પર તમારું બેંક એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું અને વેલિડેટ કરવું? આ રીતે જાણો સંપૂર્ણ પ્રક્રિયા
ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ફાઈલ કરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે અને હવે તમારી પાસે માત્ર વિલંબિત આઈટીઆર (Belated ITR) ફાઈલ કરવાનો વિકલ્પ છે. એકવાર વ્યક્તિ આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે પછી તેને માન્ય (Validate)કરવાની જરૂર છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ફાઈલ કરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે અને હવે તમારી પાસે માત્ર વિલંબિત આઈટીઆર (Belated ITR) ફાઈલ કરવાનો વિકલ્પ છે. એકવાર વ્યક્તિ આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે પછી તેને માન્ય (Validate)કરવાની જરૂર છે. માન્યતા કરવાની એક રીત છે બેંક એકાઉન્ટ (Bank Account Validation) દ્વારા વેલીડેટ કરવાની છે.
જો તમારું એકાઉન્ટ પહેલાથી લિંક થયેલું નથી તો તમારે તેમાં બેંક ખાતું ઉમેરવું પડશે અને પછી વેલિડેટ થશે. તમારું ટેક્સ રિફંડ(Tax Refund) આ ખાતામાં જ આવશે. આવો જાણીએ બેંક એકાઉન્ટ કેવી રીતે વેલિડેટ કરવું.
ઈન્કમ ટેક્સ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ તપાસો
સૌથી પહેલા તમારે ઈન્કમ ટેક્સ પોર્ટલ પર લોગીન કરવું પડશે. જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા યુઝરનેમ પાસવર્ડ બનાવવો પડશે અને જો તમે જૂના યુઝર છો તો તમે તમારા યુઝરનેમ પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરી શકો છો.
લોગિન કર્યા પછી તમારે પ્રોફાઇલ પર જવું પડશે જ્યાં તમને ડ્રોપ ડાઉન મેનૂ મળશે. આ મેનુ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે. તમારે પ્રોફાઇલ સેટિંગ્સનો વિકલ્પ પસંદ કરવો પડશે અને આગળ વધવું પડશે.
બેંક ખાતાની માહિતી દાખલ કરો
પ્રોફાઇલ સેટિંગમાં, તમે તમારા બેંક એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ઇ-વેરિફિકેશનને પ્રી-વેલિડેટ કરવાનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો.
આ પછી તમારી પાસેથી બેંક ખાતાની માહિતી માંગવામાં આવશે. અહીં તમારે તમારું બેંક નામ, એકાઉન્ટ નંબર, IFSC કોડ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તમારી બેંકમાં નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો.
આ રીતે એકાઉન્ટને માન્ય કરવું છે
આ પછી તમારે એકાઉન્ટને માન્ય કરવું પડશે, જે તમે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) અને ઇન્ટરનેટ બેંક દ્વારા પણ કરી શકો છો. જો તમારું બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર બંને આધાર સાથે લિંક છે તો તમારે EVC વિકલ્પ પસંદ કરવો જોઈએ. તમારા મોબાઈલ પર એક OTP આવશે જેને તમે પોર્ટલ પર એન્ટર કરતાની સાથે જ તમારું બેંક એકાઉન્ટ માન્ય થઈ જશે.
જો તમારા એકાઉન્ટ પર ઇન્ટરનેટ બેંકિંગ સક્રિય છે, તો તે તમને સીધા બેંકની સાઇટ પર રીડાયરેક્ટ કરશે. તમારા બેંક ખાતામાં લોગિન કરો અને તમારું એકાઉન્ટ માન્ય કરવામાં આવશે. જ્યારે માન્યતાની પ્રક્રિયા પૂરી થઈ જશે, ત્યારે તમને એક પુષ્ટિકરણ સંદેશ પણ મળશે.