AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 PAN પર 1,000 એકાઉન્ટ.. જાણો Paytm પેમેન્ટ બેંક કેવી રીતે આવી RBIના રડાર પર?

1,000 થી વધુ વપરાશકર્તાઓ પાસે સમાન પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN કાર્ડ તેમના એકાઉન્ટ્સ સાથે જોડાયેલા હતા એટલે કે એક પાન કાર્ડ પર 1000થી વધુ અકાઉન્ટ્સ રજિસ્ટ્રર હતા. જે બાદ આરબીઆઈ અને ઓડિટર બંને દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ સામે આવ્યું હતું.

1 PAN પર 1,000 એકાઉન્ટ.. જાણો Paytm પેમેન્ટ બેંક કેવી રીતે આવી RBIના રડાર પર?
How did Paytm Payment Bank come on the radar of RBI
| Updated on: Feb 05, 2024 | 12:44 PM
Share

આરબીઆઈ દ્વારા 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. આરબીઆઈએ કહ્યું કે પેટીએમ બેંકિંગ સેવા 29 ફેબ્રુઆરી પછી કામ કરશે નહીં. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી?

Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી?

મની લોન્ડરિંગની ચિંતાઓ અને વોલેટ Paytm અને તેની બેંકિંગ શાખા વચ્ચે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિજય શેખર શર્મા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) પાસે લાખો KYC વગરના સુસંગત એકાઉન્ટ્સ હતા અને હજારો કેસોમાં, એક જ PAN નો ઉપયોગ બહુવિધ ખાતા ખોલવા માટે કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે એવા કિસ્સાઓ છે કે વ્યવહારોનું કુલ મૂલ્ય કરોડો રૂપિયામાં છે, જે મની લોન્ડરિંગની ચિંતાઓ ઉભી કરે છે.

1 PAN પર 1,000 એકાઉન્ટ રજીસ્ટર

મળતી માહિતી મુજબ 1,000થી વધુ વપરાશકર્તાઓ પાસે સમાન પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN કાર્ડ તેમના એકાઉન્ટ્સ સાથે જોડાયેલા હતા એટલે કે એક પાન કાર્ડ પર 1000થી વધુ અકાઉન્ટ્સ રજિસ્ટ્રર હતા. જે બાદ આરબીઆઈ અને ઓડિટર બંને દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ સામે આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આરબીઆઈ ચિંતિત છે કે કેટલાક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરવાની સાથે, આરબીઆઈએ તેના તારણો ગૃહ મંત્રાલય અને વડા પ્રધાન કાર્યાલયને પણ મોકલ્યા છે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ રોઈટર્સને જણાવ્યું હતું કે જો ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળશે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો : RBIની કાર્યવાહી બાદ Paytm એપ બંધ થઈ જશે? જાણો અહીં તમામ પ્રશ્નોના જવાબ

Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ છે

એક વિશ્લેષકના જણાવ્યા અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ્સ છે. તેમાંથી લગભગ 31 કરોડ નિષ્ક્રિય છે, જ્યારે માત્ર ચાર કરોડ જ સક્રિય હશે જેમાં કોઈ બેલેન્સ નથી અથવા ખૂબ જ ઓછી બેલેન્સ છે.સૂત્રોએ જણાવ્યું હતું કે અસામાન્ય રીતે મોટી સંખ્યામાં નિષ્ક્રિય ખાતાઓનો નકલી ખાતાઓ માટે ઉપયોગ થતો હોવાની શંકા છે. આવી સ્થિતિમાં, કેવાયસીમાં મોટી ગેરરીતિઓ થઈ છે, જેના કારણે ગ્રાહકો, થાપણદારો અને વોલેટ ધારકોને ગંભીર જોખમોનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો; મુકેશ અંબાણીને લાગ્યો જેકપોટ ! એક જ ડીલમાં 100થી વધુ ચેનલો આવી જશે હાથમાં

શેરમાં ઘટાડો

RBIના નિર્દેશને પગલે, Paytm બ્રાન્ડની માલિકી ધરાવતી One97 Communications Limitedના શેર છેલ્લા બે દિવસમાં 40 ટકા ઘટ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">