RBIની કાર્યવાહી બાદ Paytm એપ બંધ થઈ જશે? જાણો અહીં તમામ પ્રશ્નોના જવાબ
આરબીઆઈની આ કાર્યવાહી બાદ લોકોના મનમાં અનેક સવાલો અને મૂંઝવણ છે. કે શું Paytm બંધ થશે? Paytmના ફાસ્ટેગનું શું થશે? વોલેટમાં રાખેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે? જાણો આવા તમામ પ્રશ્નોના જવાબ જાણો અહીં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Paytm પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરીને ઓનલાઈન પેમેન્ટ એપ Paytmને મોટો ઝટકો આપ્યો છે. જે બાદ Paytm પેમેન્ટ બેંકની ઘણી સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. RBIએ 29 ફેબ્રુઆરી પછી ટોપ અપથી લઈને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન સુધીની ઘણી સેવાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આરબીઆઈની આ કાર્યવાહી બાદ લોકોના મનમાં અનેક સવાલો અને મૂંઝવણ છે. કે શું Paytm બંધ થશે? Paytmના ફાસ્ટેગનું શું થશે? વોલેટમાં રાખેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે? જાણો આવા તમામ પ્રશ્નોના જવાબ.
Paytm પર કાર્યવાહી કેમ થઈ?
Paytm પેમેન્ટ્સ બેંકે ભારતીય રિઝર્વ બેંકના નિયમોની અવગણના કરી. જે બાદ તેની સામે કડક નિર્ણય લેવામાં આવ્યો હતો.
શું Paytm બંધ થશે?
આરબીઆઈની આ કાર્યવાહી પેટીએમ એપ પર નહીં પરંતુ પેટીએમ પેમેન્ટ બેંક પર થઈ છે. એટલે કે, જો તમે Paytm એપનો ઉપયોગ કરો છો અને Paytm પેમેન્ટ બેંકની સેવા લેતા નથી. તેથી એપ પર કોઈ ફરક નહીં પડે. 29મી ફેબ્રુઆરી પછી પણ તમારી Paytm એપ પહેલાની જેમ જ ચાલુ રહેશે
Paytm વોલેટ બેલેન્સનું શું થશે?
29 ફેબ્રુઆરી પછી, તમને Paytm પેમેન્ટ બેંકના વોલેટમાં બાકી બેલેન્સ માટે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી, નિર્ધારિત મર્યાદા પહેલા વોલેટ બેલેન્સ ટ્રાન્સફર કરો.
શું Paytm UPI પેમેન્ટ બંધ થશે?
RBIએ પેટીએમ પેમેન્ટ બેંક પર કાર્યવાહી કરી છે. આને લગતી સેવાઓને જ અસર થશે. તમે 29 ફેબ્રુઆરી પછી Paytm પેમેન્ટ બેંકમાંથી UPI નો ઉપયોગ કરી શકશો નહીં. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ચુકવણી માટે અન્ય બેંકોના UPI ID નો ઉપયોગ કરી શકો છો.
નેશનલ કોમન મોબિલિટી કાર્ડ કામ કરશે કે બંધ થઈ જશે?
RBIની કાર્યવાહી બાદ, Paytm એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપી કે આ પગલાંથી NCMC કાર્ડ પર કોઈ અસર નહીં થાય. તમે પછીથી પણ કાર્ડ બેલેન્સનો ઉપયોગ કરી શકશો. Paytm ચૂકવણીની સુવિધા માટે અન્ય બેંકો સાથે જોડાણ કરી રહ્યું છે.
Paytmના ફાસ્ટેગનું શું થશે?
Paytm ફાસ્ટેગનો ઉપયોગ 29 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. આ પછી તે નિષ્ક્રિય થઈ જશે. Paytm ફાસ્ટેગ સેવા ચાલુ રાખવા માટે અન્ય બેંકો સાથે કામ કરી રહી છે. જો બેંકો સાથે ડીલ કરી શકાતી નથી, તો બીજું નવું ફાસ્ટેગ ખરીદવું પડી શકે છે.
લોન લેનારાઓનું શું થશે?
જો તમે Paytm પેમેન્ટ બેંકમાંથી લોન લીધી છે, તો લોનની ચુકવણી પહેલા જેવી જ રહેશે. આ માટે પહેલાની જેમ જ હપ્તા ચૂકવવામાં આવશે.
Paytm હવે શું કરશે?
Paytm ની પ્રમોટર કંપની One97 Communication પણ અન્ય બેંકો સાથે કામ કરી રહી છે. પેટીએમ પેમેન્ટ બેંક પર કાર્યવાહી બાદ તેઓએ અન્ય બેંકો સાથે કામ કરવાનું વધુ તેજ કર્યું છે. કંપની પહેલાની જેમ જ થર્ડ પાર્ટી બેંકો સાથે કામ કરશે.