MONEY9: શું તમે ક્યારેય તમારું પોતાનું મૂલ્યાંકન કર્યું છે? તમે પ્લસમાં છો કે માઇનસમાં? સમજો આ વીડિયોમાં
કેટલાક લોકો કમાય તો ઘણું છે, છતાં પણ કોઈ મોટી જરૂર ઊભી થાય તો તેમની પાસે પૈસા નથી હોતા. તમારા પૈસા જાય છે ક્યાં? જો તે જાણવું હોય તો પર્સનલ બેલેન્સ શીટ અવશ્ય બનાવો.
પર્સનલ બેલેન્સ શીટ (PERSONAL BALANCE SHEET) એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો તે તમારી આર્થિક સ્થિતિનો અરીસો છે. તેના પરથી તે પણ જાણી શકાય છે કે તમે કેટલી સંપત્તિ (WEALTH)ના માલિક છો. તમારી પર્સનલ બેલેન્સ શીટ જ તમને અંદાજ આપે છે કે ભવિષ્યમાં મોટા ખર્ચામાં તમને ક્યાંક પૈસાની તંગી (SHORTAGE) તો નહીં પડે ને?
કેટલાક લોકો કમાય તો ઘણું છે, છતાં પણ કોઈ મોટી જરૂર ઊભી થાય તો તેમની પાસે પૈસા નથી હોતા. તમારા પૈસા જાય છે ક્યાં? જો તે જાણવું હોય તો પર્સનલ બેલેન્સ શીટ અવશ્ય બનાવો. એક કાગળ પર બનાવો બે કોલમ. એક તરફ લખો એસેટ અને બીજી તરફ તમારે લખવાનું છે નાણાકીય જવાબદારી. એટલે એક તરફ સંપત્તિ લખશો અને બીજી તરફ પોતાની લાયબિલિટીઝ એટલે કે નાણાકીય જવાબદારી લખશો. એસેટમાં એવી વસ્તુનો સમાવેશ થાય છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારી કમાણી કે સંપત્તિમાં વધારો કરે છે. જવાબદારીમાં એવી વસ્તુઓ સામેલ થાય છે જે તમારા ખિસ્સાને ખાલી કરે છે.
આ પણ જુઓ- MONEY9: નાણાની જરૂર પડે તો કઇ લોન લેવી સારી ? પર્સનલ લોન કે ગોલ્ડ લોન ? સમજો આ વીડિયોમાં
આ પણ જુઓ- MONEY9: બીજાની લોનમાં જામીન બનવું કે નહીં? સમજો આ વીડિયોમાં