AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hoax calls and Cyber Fraud safety tips : જો તમને અજાણ્યા નંબર પરથી કોલ આવે તો શું કરવું? વાંચો કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનો જવાબ

Hoax calls and Cyber Fraud safety tips : જો તમે પણ હોક્સ કોલ અને સાયબર ફ્રોડની સમસ્યાથી પરેશાન છો તો તમારે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ(Ashwini Vaishnava)ની આ સલાહ સાંભળવી જોઈએ.

Hoax calls and Cyber Fraud safety tips : જો તમને અજાણ્યા નંબર પરથી કોલ આવે તો શું કરવું? વાંચો કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનો જવાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 7:50 AM
Share

Hoax calls and Cyber Fraud safety tips : જો તમે પણ હોક્સ કોલ અને સાયબર ફ્રોડની સમસ્યાથી પરેશાન છો તો તમારે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ(Ashwini Vaishnava)ની આ સલાહ સાંભળવી જોઈએ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકોને અપીલ કરી છે કે તેઓ હૉક્સ કૉલ્સ અને સાયબર ફ્રોડની સમસ્યાથી બચવા માટે અજાણ્યા નંબરો પરથી કૉલ બિલકુલ ઉપાડવા નહીં. વાસ્તવમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસર પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમના તમામ મંત્રાલયોની ઉપલબ્ધિઓ વિશે જણાવવા માટે બીજેપીના રાષ્ટ્રીય મુખ્યાલયની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા જ્યાં તેમણે ટેલિકોમ સેક્ટરમાં ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી.

વંદે ભારત ટ્રેનથી રેલ્વે ટ્રેક સુધી મોટા ફેરફારો, BSNLના ફાયદાથી લઈને 4G અને 5G સુધી, ડિજિટલ ઈન્ડિયાની સફળતાથી લઈને રેલવે નેટવર્ક અને ભારતીય અર્થવ્યવસ્થા સુધી, મોદી સરકારની તમામ ઉપલબ્ધિઓ ગણાવતા રાહુલ ગાંધી અને રઘુરામ રાજન પર નિશાન સાધ્યું હતું.

સાયબર ફ્રોડનો સામનો કરવા માટે શું પગલાં લેવામાં આવે છે?

હોક્સ કોલ અને સાયબર છેતરપિંડી વિશે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સાયબર છેતરપિંડી રોકવા માટે તાજેતરમાં 3 મોટા સુધારા કરવામાં આવ્યા છે. સંચાર સાથી પોર્ટલ(sanchar saathi portal) શરૂ કરવામાં આવ્યું હતું અને આ સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને 40 લાખ નકલી સિમ અને 41 હજાર ખોટા પોઈન્ટ ઓફ સેલ એજન્ટોને બ્લેક લિસ્ટ કરીને દૂર કરવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ મામલે જે સ્પીડ સાથે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જ સ્પીડમાં ઘટાડો થયો છે.

અજાણ્યા નંબર પરથી આવતા કોલને ઉપાડશો નહીં

નાગરિકોને જાગૃત કરવાની હિમાયત કરતાં અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને પણ જાગૃત કરવા જોઈએ કે તેઓ ક્યારેય અજાણ્યા નંબરો ન ઉપાડવા જોઈએ. અજાણ્યા નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં. વૈષ્ણવે તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે જ્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે કે તે કોલ ઉપાડવો નહીં, જે નંબર તમે જાણો છો તે જ નંબરનો ફોન ઉપાડો અન્યથા બાકીના કોલથી દૂર રહ્યો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">