મોદી સરકાર માટે સારા સમાચાર, એપ્રિલમાં સૌથી વધુ GST કલેક્શન, તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ
નાણાકીય વર્ષ 2022-23માં GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું. 2022-23માં કુલ આવક પાછલા નાણાકીય વર્ષ કરતાં 22 ટકા વધુ હતી. આ પછી માર્ચ 2023માં GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું.
દેશમાં 1લી જુલાઈ, 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ-2023માં રેકોર્ડ GST કલેક્શન થયું છે. એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું. અગાઉ એપ્રિલ 2022માં સૌથી વધુ GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. એપ્રિલ 2022ની સરખામણીએ ગયા મહિને રૂ. 19,495 કરોડનું વધુ GST કલેક્શન થયું હતું.
સરકારી ડેટા અનુસાર, એપ્રિલમાં કુલ 1,87,035 કરોડ જીએસટી કલેક્શનમાંથી, સીજીએસટી કલેક્શન રૂ. 38,440 કરોડ, એસજીએસટી કલેક્શન રૂ. 47,412 કરોડ, આઇજીએસટી કુલ રૂ. 89,158 કરોડ અને સેસ તરીકે રૂ. 12.025 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. બિઝનેસ ન્યુઝ અહીં વાંચો.
એપ્રિલમાં જીએસટીનું રેકોર્ડ કલેક્શન
GST મોરચે, નાણાકીય વર્ષ 2023-24ની શરૂઆત મોદી સરકાર માટે ઉત્તમ છે. મહિના દર મહિનાની સરખામણી કરીએ તો માર્ચ-2023માં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ હતું, નાણાકીય વર્ષ 2022-23માં માર્ચમાં સતત ચોથા મહિને આ કલેક્શન રૂ. 1.50 લાખ કરોડથી વધુ હતું. પરંતુ GST લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ ટેક્સ કલેક્શન એપ્રિલ-2023માં થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિના કરતાં 12 ટકા વધુ છે.
જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2022-23માં GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું. 2022-23માં કુલ આવક પાછલા નાણાકીય વર્ષ કરતાં 22 ટકા વધુ હતી. આ પછી માર્ચ 2023માં GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું.
👉 #GST revenue collection for April 2023 highest ever at ₹1.87 lakh crore
👉 Gross #GST collection in April 2023 is all time high, ₹19,495 crore more than the next highest collection of ₹1,67,540 crore, in April 2022
Read more ➡️ https://t.co/KGeb6ZLf0D
(1/2) pic.twitter.com/4RmDWG4cJB
— Ministry of Finance (@FinMinIndia) May 1, 2023
આ પણ વાંચો: Bank Holidays May 2023 : ચાલુ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે, કામના પ્લાનિંગ પહેલા યાદી તપાસી લો
ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો
નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતા વધારે હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ હતું. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તદનુસાર, 2022-23માં પ્રત્યક્ષ કર કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…