High Return Stock : આ કેમિકલ કંપનીના સ્ટોકે 1 લાખના રોકાણને 10 વર્ષમાં 1 કરોડ રૂપિયા બનાવ્યું, શું છે આ શેર તમારા પોર્ટફોલિયોમાં ?

એક અનુમાન મુજબ ભારતમાં સ્પેશિયાલિટી કેમિકલ્સનો બિઝનેસ આવતા 5 વર્ષમાં બમણો થઈ શકે છે.એક જાણીતા બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે ભારતનો વિશેષતા ધરાવતા રસાયણોનો ઉદ્યોગ વાર્ષિક ધોરણે 12.4 ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરી શકે છે.

High Return Stock :  આ કેમિકલ કંપનીના સ્ટોકે 1 લાખના રોકાણને 10 વર્ષમાં 1 કરોડ રૂપિયા બનાવ્યું, શું છે આ શેર તમારા પોર્ટફોલિયોમાં ?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 11:54 AM

ભારતમાં COVID-19 ની પ્રથમ લહેર બાદ ભારતીય શેરબજારમાં મોટી સંખ્યામાં મલ્ટિબેગર શેર જોવા મળી રહ્યા છે. જો કે, રસપ્રદ વાત એ છે કે આ વર્ષે ઘણા સ્મોલકેપ અને મિડકેપ શેરોએ તેને મલ્ટિબેગર શેરોની સૂચિમાં સ્થાન હાંસલ કર્યું. આજે અમે આપણે એક એક્વા સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છે જેણે રોકાણકારોની નજવી મૂડીને પણ એ સ્તરે પહોંચાડી છે કે રોકાણકાર માલામાલ થઇ ગયા છે. કેમકલ ક્ષેત્રની કંપની દીપક નાઇટ્રાઇટ(Deepak Nitrite) એક એવો સ્ટોક રહ્યો છે જેણે છેલ્લા 10 વર્ષમાં 10,618 ટકા વળતર આપ્યું છે.

એક અનુમાન મુજબ ભારતમાં સ્પેશિયાલિટી કેમિકલ્સનો બિઝનેસ આવતા 5 વર્ષમાં બમણો થઈ શકે છે.એક જાણીતા બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે ભારતનો વિશેષતા ધરાવતા રસાયણોનો ઉદ્યોગ વાર્ષિક ધોરણે 12.4 ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરી શકે છે. તે આગામી 5 વર્ષ માટે આ દરે વૃદ્ધિ થઇ શકે છે. કેલેન્ડર વર્ષ 2025 સુધીમાં ભારતની સ્પેશિયલ કેમિકલ્સ કંપનીઓનું ટર્નઓવર 64 અબજ સુધી પહોંચી શકે છે.

દીપક નાઇટ્રાઇટના શેર 10 વર્ષમાં 10,000 ટકાથી વધુ વધ્યા દીપક નાઇટ્રેટ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની. 8 જુલાઈ 2011 ના રોજ કંપનીનો શેર પ્રતિ શેર 18.50 રૂપિયા હતો જે 12 જુલાઈ 2021 ના ​​રોજ વધીને 1,983 રૂપિયા થયો છે. આનો અર્થ એ કે છેલ્લા 10 વર્ષમાં શેરમાં 10,618 ટકા અથવા 106 ગણાથી વધુનો ફાયદો આપ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા બન્યા છેલ્લા 10 વર્ષમાં દીપક નાઈટ્રેટના શેરના ભાવમાં થયેલા વધારાથી તે સ્પષ્ટ છે જો કોઈએ 10 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તેમના 1 લાખ હવે 1.06 કરોડ રૂપિયા થઈ ગયા હશે

દીપક નાઇટ્રેટ શેરનો આઉટલુક દિપક નાઇટ્રેટે નાણાકીય વર્ષ 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં સારું પ્રદર્શન આ મુખ્યત્વે મજબૂત માંગ અને ફિનોલિક્સના ભાવમાં વધારાને કારણે થાય છે. ચાઇના +1 નીતિથી કંપનીને લાંબા ગાળે ફાયદો થશે અને કંપની તેના સંબંધિત ઉત્પાદનોમાં અગ્રણી બજાર હિસ્સો જાળવી રહી છે.

રોકાણ માટે અપાઈ રહી છે સલાહ બ્રોકરેજ કંપનીઓએ દિપક નાઇટ્રેટમાં રોકાણની સલાહ આપી છે. મોતીલાલ ઓસ્વાલ પાસે દિપક નાઇટ્રેટ પર 2,300 રૂપિયાના લક્ષ્યાંક સાથે ખરીદ કોલ છે. બીજી તરફ એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝે રૂ 2,040 અને 2,100 નો લક્ષ્યાંક આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">