High Return Stock : 5 વર્ષમાં 5193% નું મજબૂત રિટર્ન આપનાર સ્ટોક માટે નિષ્ણાંત કહે છે કમાણીની તક છે ખરીદીલો

|

Aug 02, 2023 | 7:08 AM

Multibagger Stock : જ્યોતિ રેઝિન્સ(Jyoti Resins)ને ખરીદવા માટે સલાહ આપવામાં આવી રહી છે. નિષ્ણાતે જણાવ્યું કે કંપનીનું માર્કેટ કેપ 1700 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત જણાવ્યું કે તેણે આ સ્ટોક અગાઉ પણ ખરીદી માટે આપ્યો છે.

High Return Stock : 5 વર્ષમાં 5193% નું મજબૂત  રિટર્ન આપનાર સ્ટોક માટે નિષ્ણાંત કહે છે કમાણીની તક છે ખરીદીલો

Follow us on

સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં એટલે કે મંગળવારે શેરબજારમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો હતો. શેરબજારમાં મંદી અને હળવી ખરીદી વચ્ચે પણ શેરબજારના નિષ્ણાતોએ ઘણા શેરોમાં ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. આ શેર Multibagger Stock સાબિત થયા છે .

નિષ્ણાતો કહે છે કે તમે ઘણા શેર એવા છે કે  તે સ્ટોક પર ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળા સુધી દાવ લગાવી શકો છો. જો તમે પણ શેરબજારમાં નસીબ અજમાવવા માટે સારો સ્ટોક શોધી રહ્યા છો તો તમે આ શેરમાં ખરીદી કરી શકો છો.

જ્યોતિ રેઝિન્સ(Jyoti Resins)ને ખરીદવા માટે સલાહ આપવામાં આવી રહી છે. નિષ્ણાતે જણાવ્યું કે કંપનીનું માર્કેટ કેપ 1700 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત જણાવ્યું કે તેણે આ સ્ટોક અગાઉ પણ ખરીદી માટે આપ્યો છે. જો કે માત્ર એક જ વાર ખરીદી માટે આપવામાં આવે છે. કંપનીમાં લિક્વિડિટી વધારે છે અને કિંમત પણ ઊંચી છે.

ગુજરાતના ડાયમંડ સિટીમાં ફરવાલાયક સ્થળો, જુઓ List
ગુજરાતનું અમદાવાદ શહેર પહેલા ક્યાં નામથી ઓળખાતું હતું ?
શું વોક કરવાથી ખરેખર વજન ઘટે ?
ગુજરાતી અભિનેત્રીએ એન્જિનિયર સાથે સગાઈ કરી, જુઓ ફોટો
રોજ એક જામફળ ખાવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય

જ્યોતિ રેઝિન્સ માટેની ટિપ્સ

  • CMP  – 1499
  • Target Price  – 1690/1750
  • Duration – 4-6 મહિના

કંપનીના ફંડામેન્ટસ કેવા છે?

કંપનીએ ખૂબ સારી વૃદ્ધિ દર્શાવી છે. હાલમાં કંપનીનું નેટવર્ક 13-14 રાજ્યોમાં છે. છેલ્લા 3 વર્ષમાં નફાની વૃદ્ધિ 81 ટકા છે. છેલ્લા 3 વર્ષમાં વેચાણ વૃદ્ધિ 52 ટકા છે. ઇક્વિટી પર કંપનીનું વળતર 55 ટકા છે. આ સિવાય સૌથી સારી વાત એ છે કે તે ઝીરો ડેટ કંપની છે. નિષ્ણાતે કહ્યું કે કંપની છેલ્લા 4 ક્વાર્ટરથી સારા માર્જિન સાથે કામ કરી રહી છે.

શેરહોલ્ડિંગ પેટર્ન કેવી છે?

શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 51 ટકા છે. આ સિવાય પબ્લિક શેરહોલ્ડિંગમાં પણ મોટા નામો છે. એક્સપર્ટે કહ્યું કે આ સ્ટૉકમાં બહુ ડાઉનસાઇડ રિસ્ક નથી. આવી સ્થિતિમાં રોકાણકારો આ શેરમાં ખરીદી કરી શકે છે.

શેરબજારમાં હજુ પણ અસ્થિરતાની સ્થિતિ છે. બજારમાં ક્યારેક તેજી જોવા મળી રહી છે તો ક્યારેક ઘટાડો. આ કારણે શેરોમાં હજુ વધારે વૃદ્ધિ જોવા મળી નથી. જો કે, બજારમાં ઘટાડા પછી પણ ઘણા શેર એવા છે જે લીલા નિશાન પર રહી કમાણી આપી રહ્યા છે. આ શેરોમાં હજુ પણ તેજી જોવા મળી રહી છે.

ડિસ્ક્લેમર : અહીં ફક્ત સ્ટોકના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમારે તમારા સલાહકારની સલાહ લેવી જોઈએ.

Next Article