AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે

એટીએમ મશીનોમાં કાર્ડ ક્લોનીંગના કેસો ઘણીવાર સામે આવે છે. આવા કિસ્સામાં જ્યારે ગ્રાહક એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાય છે ત્યારે ટ્રાન્ઝેક્શનની સમગ્ર પ્રક્રિયા સફળ થયા બાદ પણ એટીએમ મશીનમાંથી પૈસા બહાર આવતા નથી.

ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે
ATM
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:39 AM
Share

ATM Fraud: જેમ જેમ યુગ ડિજિટલ તરફ આગ વધી રહ્યો છે તેમ તેમ ઠગાઈ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ છેતરપિંડીના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં આવી તમામ છેતરપિંડીથી સાવધ રહેવું જરૂરી છે. એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરીને પૈસા તફડાવવાના પણ ઘણા કિસ્સા સામે આવી છે. આ અહેવાલમાં અમે તમને આ પ્રકારના ગુનાઓ વિષે માહિતગાર કરી રહ્યાં છે.

એટીએમ મશીનોમાં કાર્ડ ક્લોનીંગના કેસો ઘણીવાર સામે આવે છે. આવા કિસ્સામાં જ્યારે ગ્રાહક એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાય છે ત્યારે ટ્રાન્ઝેક્શનની સમગ્ર પ્રક્રિયા સફળ થયા બાદ પણ એટીએમ મશીનમાંથી પૈસા બહાર આવતા નથી . ધ્યાનથી તપાસવામાં આવે તો જ્યાં પિન નંબર લખવામાં આવ્યો હોય છે ત્યાં ટેપ સાથે પ્લેટ ચોંટાડવામાં આવી હોય છે. આ પ્લેટમાં કેમેરા, એસડી કાર્ડ અને બેટરી જેવા સાધનો હોય છે. છેતરપિંડી કરનારાઓ આવા ઉપકરણમાંથી ATM કાર્ડનું ક્લોન કરે છે અને પછી કાર્ડધારકના ખાતામાં તમામ પૈસા લૂંટી લે છે.

તમારી મહેનતની કમાણીને આવી છેતરપિંડીથી બચાવવા માટે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. ચાલો જાણીએ કઈ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ.

1. એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડતી વખતે કાર્ડધારકે મશીનમાં કાર્ડ દાખલ કરવાની જગ્યા હંમેશા તપાસવી જોઈએ. ઠગ તે સ્થળે ક્લોનીંગ ડિવાઇસ મુકે છે અને વ્યક્તિનું એટીએમ કાર્ડ સ્કેન કરે છે.

2. કાર્ડધારકે પોતાનો પિન નંબર દાખલ કરતા પહેલા કીપેડ પણ તપાસવું જોઈએ.

3. કાર્ડધારકે તેની આંગળીઓને કેમેરાની નજરથી દૂર રાખવી જોઈએ અથવા તેના પિન દાખલ કરતી વખતે કીપેડને બીજા હાથથી ઢાંકવું જોઈએ.

4. કાર્ડધારકે મેગ્નેટિક કાર્ડની જગ્યાએ EMV ચિપ આધારિત કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જો કાર્ડ સ્કેન અથવા ક્લોન કરવામાં આવે છે તો છેતરપિંડી કરનારને એન્ક્રિપ્ટેડ માહિતી મળશે કારણ કે EMV કાર્ડ્સમાં માઇક્રોચિપ્સ હોય છે.

5. કાર્ડ ધારકે દુકાન, હોટલ અથવા રેસ્ટોરન્ટમાં પોતાનું કાર્ડ સ્વાઇપ કરતા પહેલા POS મશીન તપાસવું જોઈએ. તપાસો કે મશીન કઈ બેંકનું છે. POS મશીનની કંપની મશીનનું બિલ જોઈને જાણી શકાય છે. આ સિવાય, સ્વાઇપ એરિયા અને કીપેડ પણ તપાસો.

6. કાર્ડધારકે, શક્ય હોય ત્યાં સુધી, માત્ર જાહેર સ્થળોએ આવેલા એટીએમનો ઉપયોગ કરવો જોઈએ અથવા એવા એટીએમ જ્યાં ગાર્ડ હાજર હોય છે.

7. શોપિંગ, રિચાર્જ અથવા અન્ય વોલેટ માટે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને સેવ કરશો નહીં.

8. જો પીઓસી મશીન શોપિંગ મોલમાં ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન કરે છે તો બેંકમાં જાઓ અને સુરક્ષિત કાર્ડ જારી કરો, જે ઓટીપી દ્વારા જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરશે.

9. તમારા કાર્ડમાં ઉપાડની મર્યાદા નિશ્ચિત રાખો જેથી ક્લોનીંગ અથવા છેતરપિંડીના કિસ્સામાં મર્યાદિત રકમ જ ઉપાડી શકાય.

છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક આ કામ કરો  જો બેંક અથવા મશીન બાજુથી વ્યવહાર સફળ થાય અને તમને પૈસા મળ્યા ન હોય તો તમારે તરત જ બેંકને ફોન કરવો જોઈએ. જો કોઈ તકનીકી ખામી હોય તો બેંક દ્વારા 24 થી 48 કલાકમાં પૈસા પાછા ખાતામાં જમા કરવામાં આવે છે. બીજી તરફ જો કોઈ તકનીકી ખામી ન હોય તો બેંક કર્મચારીઓ અથવા પોલીસ સ્થળ પર પહોંચે છે અને તપાસ કરે છે. આ સ્થિતિમાં વપરાશકર્તાએ બેંક કર્મચારી અથવા પોલીસના આગમન સુધી ત્યાં રહેવું જોઈએ.

આ પણ વાંચો : RIL : Mukesh Ambani ની કંપનીએ સર્જ્યો ઈતિહાસ, જાણો Reliance એ રોકાણકારોને કેટલા કર્યા માલામાલ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">