PNB ના ગ્રાહકો માટે માઠાં સમાચાર: 15 જાન્યુઆરીથી આ સેવાઓ માટે વધુ ચાર્જીસ ચૂકવવા પડશે
સરકારની કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB) ના MD અને CEO તરીકે અતુલ કુમાર ગોયલની નિમણૂકને મંજૂરી આપી છે. અતુલ કુમાર ગોયલ હાલમાં UCO બેંકના MD અને CEO છે.
જો તમે પંજાબ નેશનલ બેંક (PNB)ના ગ્રાહક છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. PNBએ સામાન્ય બેંકિંગ સંબંધિત સેવાઓ માટે ચાર્જ વધાર્યો છે. આ વધેલા ચાર્જીસ 15 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. PNBની વેબસાઈટ પર ઉપલબ્ધ નવા ચાર્જ મુજબ મેટ્રોમાં ત્રિમાસિક બેલેન્સ ન રાખવા માટેનો ચાર્જ વર્તમાન રૂ. 5,000 થી વધારીને રૂ. 10,000 કરવામાં આવ્યો છે.
ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા માટેનો ચાર્જ રૂ. 200 થી વધારીને રૂ. 400 કરાયો છે. શહેરી અને મેટ્રો વિસ્તારો માટે આ ચાર્જ 300 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ચાર્જ ત્રિમાસિક ધોરણે લેવામાં આવશે.
નવા લોકર ચાર્જીસ
બંને સેક્ટર માટે લોકર ચાર્જીસ પણ વધારવામાં આવ્યા છે. એક્સટ્રા લાર્જ સાઈઝ સિવાયના તમામ પ્રકારના લોકર માટે ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરી અને મેટ્રો વિસ્તારોમાં ચાર્જમાં રૂ.500નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ લોકરની ઉપયોગ સંખ્યા દર વર્ષે 15 નક્કી કરવામાં આવી હતી. આ પછી રૂ.100 મુલાકાત દીઠ રહે છે . 15 જાન્યુઆરી 2021 થી એક વર્ષમાં ફ્રી વિઝીટની સંખ્યા ઘટાડીને 12 કરવામાં આવી છે. ત્યારબાદ રૂ. 100 પ્રતિ મુલાકાત લેવામાં આવશે.
કરંટ એકાઉન્ટ ચાર્જીસ
તાજેતરના ટેરિફ મુજબ ચાલુ ખાતા જે ખોલ્યાના 14 દિવસ થી 12 મહિનાની અંદર બંધ કરવા માટે તેના પરનો ચાર્જ રૂ. 600 થી વધારીને રૂ. 800 કરવામાં આવ્યો છે. 12 મહિના પછી બંધ થયેલા એકાઉન્ટ પર શુલ્ક લેવામાં આવશે નહીં. PNB વેબસાઇટ પર એક અલગ સૂચનામાં બેંકે જણાવ્યું કે 1 ફેબ્રુઆરી, 2022 થી NACH ડેબિટ પર વળતર ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન 100 રૂપિયાથી વધારીને 250 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે સરકારની કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB) ના MD અને CEO તરીકે અતુલ કુમાર ગોયલની નિમણૂકને મંજૂરી આપી છે. અતુલ કુમાર ગોયલ હાલમાં UCO બેંકના MD અને CEO છે. ગોયલનો પોર્ટફોલિયો આવતા વર્ષે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અતુલ કુમાર ગોયલ 31 ડિસેમ્બર, 2024 સુધી PNBના ચીફ તરીકે રહેશે.
પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક છે. અતુલ કુમાર ગોયલ 31 જાન્યુઆરી, 2022 સુધી PNBમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એટલે કે OSD તરીકે તેમની સેવાઓ આપશે. ગોયલ PNBમાં મલ્લિકાર્જુન રાવનું સ્થાન લેશે જેઓ હાલમાં MD અને CEO બંને તરીકે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : LIC IPO પહેલા આવ્યા ચિંતાના સમાચાર : પ્રીમિયમ ઈન્કમમાં 20 ટકા નો ઘટાડો થયો
આ પણ વાંચો : Gold : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? શુદ્ધ સોનામાં સસ્તી કિંમતે રોકાણ માટે આ અહેવાલ મદદરૂપ બનશે