શું તમે ક્યારેય રોકાણ પહેલા તપાસ કરી છે કે MUTUAL FUND શું છે? તે કેવી રીતે કામ કરે છે ? અને કેટલું સુરક્ષિત છે? જાણો અહેવાલ દ્વારા

MUTUAL FUND એ માર્કેટ સાથે જોડાયેલું રોકાણ છે. શેરબજારનું રોકાણ જોખમોને આધીન છે ત્યારે આ પણ સંપૂર્ણ સલામત નથી. જો કે, જોખમ ઘટાડવા માટે તે વિવિધ નિયમોને આધિન છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાંનો બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવે છે માટે તે શેર અથવા બોન્ડ્સ કરતા ઓછું જોખમ ધરાવે છે.

શું તમે ક્યારેય રોકાણ પહેલા તપાસ કરી છે કે  MUTUAL FUND શું છે? તે કેવી રીતે કામ કરે છે ? અને કેટલું સુરક્ષિત છે? જાણો અહેવાલ દ્વારા
MUTUAL FUND
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:40 AM

ઘણીવાર આપણા આર્થિક સલાહકાર દ્વારા મ્યુચ્યલ ફંડ( Mutual Fund)માં રોકાણ કરવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે. કેટલાક રોકાણકારના મનમાં એવી માન્યતા હોય છે કે શેરબજાર કે શેરમાં રોકાણ અને મ્યુચ્યલ ફંડમાં કરેલું રોકાણ એક સમાન હોય છે. આ વાત તદ્દન ખોટી છે. રોકાણકાર દ્વારા સીધા શેરબજારમાં કરાયેલ રોકાણ અને મ્યુચ્યલ ફંડમાં કરાયેલ રોકાણ અને તેની પદ્ધતિમાં ઘણો તફાવત હોય છે. આ અહેવાલમાં અમે આપણે જણાવવા જઈ રહ્યા છીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે ?

મ્યુચ્યુઅલ ફંડનો ઇતિહાસ ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની શરૂઆત 1963 માં ભારતીય રિઝર્વ બેંક (RBI) અને ભારત સરકારની પહેલથી યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) ની રચનાથી થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ નાના રોકાણકારોને આકર્ષિત કરવાનો અને તેમને રોકાણ અને બજાર સંબંધિત મુદ્દાઓથી વાકેફ કરાવવાનો હતો. સંસદના અધિનિયમ હેઠળ 1963 માં UTIની રચના કરવામાં આવી હતી. વર્ષ 1978 માં UTI એ RBIથી અલગ થઈ ગઈ હતી. IDBI BANK એ RBIની જગ્યાએ નિયમનકારી અને વહીવટી નિયંત્રણ સાંભળ્યું અને UTIએ તેની હેઠળ કામ કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સના વિકાસને 4 તબક્કામાં વહેંચી શકાય છે. પ્રથમ તબક્કો 1964 થી 1987 સુધીનો હતો, જેમાં UTI પાસે 6700 કરોડનું ભંડોળ હતું. આ પછી બીજો તબક્કો 1987 થી શરૂ થયો જેમાં જાહેર ક્ષેત્રના ભંડોળની પ્રવેશની શરૂઆત થઈ હતી. આ સમયમાં ઘણી બેંકોને મ્યુચ્યુઅલ ફંડ બનાવવાની તક મળી હતી બીજો તબક્કો 1993 માં સમાપ્ત થયો પરંતુ બીજા તબક્કાના અંત સુધીમાં AUM એટલે કે મેનેજમેન્ટ હેઠળની એસેટ્સ 6700 કરોડથી વધીને 47004 કરોડ થયું હતું . ત્રીજો તબક્કો 1993 થી શરૂ થયો અને 2003 સુધી ચાલ્યો હતી. આ તબક્કામાં ખાનગી ક્ષેત્રના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી. આ તબક્કામાં, રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડના વધુ વિકલ્પો મળ્યાં છે. ચોથો તબક્કો 2003 થી શરૂ થયો જે આજ સુધી ચાલી રહ્યો છે.  દર મહિને લાખો નવા રોકાણકારો ઉમેરવામાં આવી રહ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેટલું સુરક્ષિત ? મ્યુચ્યુઅલ ફંડ્સ એ માર્કેટ સાથે જોડાયેલું રોકાણ છે. શેરબજારનું રોકાણ જોખમોને આધીન છે ત્યારે આ પણ સંપૂર્ણ સલામત નથી. જો કે, જોખમ ઘટાડવા માટે તે વિવિધ નિયમોને આધિન છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાંનો બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવે છે આમ તે શેર અથવા બોન્ડ્સ કરતા ઓછું જોખમ ધરાવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી કમાણી કઈ રીતે થાય છે ? મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પૈસા કમાવવાના બે મુખ્ય રસ્તાઓ છે . એક સમયમર્યાદા અને વૃદ્ધિ, જેમાં સમયમર્યાદામાં રોકાણકાર નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરે છે અને સમય સમય પર યોજનાનો લાભ મેળવતો રહે છે. આ વિકલ્પો એવા રોકાણકારો દ્વારા પસંદ કરવામાં આવે છે જે રોકાણ જાળવી રાખવા અને નફો મેળવવાની ઇચ્છા રાખે છે. બીજી તરફ વૃદ્ધિમાં નફાની બાંયધરી નથી. રોકાણ કેટલાક એકમો અથવા શેર ખરીદે છે અને જ્યારે તે રોકાણકારોને લાગે છે કે તે યુનિટ્સ વેચવાનો યોગ્ય સમય છે ત્યારે નિર્ણય લે છે. આ યુનિટનું મૂલ્ય સમય જતાં વધતું અથવા ઘટતું રહે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકાર

A) સ્ટ્રક્ચરના આધારે Mutual Funds ના પ્રકાર 1. Open ended mutual fund 2. Close ended Mutual Funds 3. Interval Funds

B) સંપત્તિના આધારે Mutual Funds ના પ્રકાર 1. Debt funds 2. Liquid Mutual Funds 3. Equity funds 4. Money Market Funds 5. Balanced Mutual Funds

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">