AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST New Rule: જૂના કેસમાં હજારો ટેક્સ પેયર્સને મળી GSTની નોટિસ, હવે આટલા દિવસોમાં આપવો પડશે જવાબ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગ આ દિવસોમાં ખૂબ જ કડક બન્યો છે. ખાસ કરીને તે વીમા કંપનીઓને નોટિસ મોકલી રહ્યા છે. નોટિસ મળતાં જ કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીએ શેરબજારોને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે તેમને આ નોટિસ જુલાઈ 2017થી ઓગસ્ટ 2022 સુધીના સમયગાળા માટે મળી છે. GST વિભાગે કંપની પાસેથી વ્યાજ અને દંડની સાથે ટેક્સની માંગણી કરી છે.

GST New Rule: જૂના કેસમાં હજારો ટેક્સ પેયર્સને મળી GSTની નોટિસ, હવે આટલા દિવસોમાં આપવો પડશે જવાબ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 10:58 AM
Share

GST New Rule:  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગ આ દિવસોમાં ખૂબ જ કડક બન્યો છે. ખાસ કરીને તે વીમા કંપનીઓને નોટિસ મોકલી રહ્યા છે. જેના કારણે વીમા કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે GST વિભાગે નાણાકીય વર્ષ 2018ના મામલામાં હજારો કંપનીઓને નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો: GST on Online Gaming : 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગુ પડશે, જાહેરનામું બહાર પડ્યું

સૌથી મોટી વાત એ છે કે કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીને પણ GST વિભાગ તરફથી કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં મારુતિ સુઝુકીને જલ્દી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, GST વિભાગે દેશભરની હજારો કંપનીઓને નોટિસ પાઠવી છે. GST વિભાગનું કહેવું છે કે આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2017-18માં ટેક્સ પેમેન્ટમાં છેતરપિંડી કરી છે. મારુતિ સુઝુકી સહિતની આ કંપનીઓએ નિર્ધારિત કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો છે. ખાસ વાત એ છે કે GST વિભાગે પોતાની નોટિસમાં તમામ કંપનીઓ માટે જવાબ આપવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. આનો અર્થ એ છે કે જે કંપનીઓ 30 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપી શકી નથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

છેલ્લા 15 દિવસમાં નોટિસ મોકલવામાં આવી છે

GST વિભાગ અનુસાર, GST આઉટપુટ અને કંપનીઓની જવાબદારીઓ એકબીજા સાથે મેળ ખાતી ન હતી. આ સિવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ટેક્સ ક્રેડિટનો ખોટો દાવો અને ડિસ્કાઉન્ટેડ સપ્લાયના કેસમાં ક્રેડિટ રિવર્સલ જેવા કારણોસર પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. GST વિભાગે છેલ્લા 15 દિવસમાં કંપનીઓને આ નોટિસ મોકલી છે.

રિ-ઇન્શ્યોરન્સ પ્રિમિયમની ચુકવણી લીધી, પરંતુ GST ચૂકવ્યો નહીં

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે GST વિભાગે કોઈ કંપનીને નોટિસ મોકલી હોય. આ પહેલા પણ વિભાગે 6 વીમા કંપનીઓને નોટિસ મોકલી છે. જ્યારે વીમા કંપની ICICI પ્રુડેન્શિયલને GST વિભાગ તરફથી નોટિસ મળી, ત્યારે તેણે શેરબજારોને પણ તેની જાણ કરી છે. જો કે, ICICI કેસમાં, GST વિભાગે કહ્યું હતું કે આ કંપનીએ રિ-ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી લીધી હતી, પરંતુ વધુ GST ચૂકવ્યો નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
g clip-path="url(#clip0_868_265)">