GST Council Meeting: કેટલીક સેવાઓ અને માલસામાનમાં ટેક્સ મુક્તિ પાછી ખેંચાશે, આ સેવાઓ થશે મોંઘી

જૂન 2022 પછી રાજ્યોને મહેસૂલ વળતરની સિસ્ટમ ચાલુ રાખવા અને કેસિનો, ઑનલાઈન રમતો ( online game) અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST વસૂલવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બુધવારે ચર્ચા કરવામાં આવશે.

GST Council Meeting: કેટલીક સેવાઓ અને માલસામાનમાં ટેક્સ મુક્તિ પાછી ખેંચાશે, આ સેવાઓ થશે મોંઘી
GST (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 10:10 PM

જીએસટી કાઉન્સિલે મંગળવારે અમુક વસ્તુઓ અને સેવાઓ પરના ટેક્સ (GST)ના દરોમાં ફેરફારને મંજૂરી આપી છે. નવા ફેરફાર સાથે હોટલના રૂમમાં મર્યાદાથી વધુ રહેવું અને હોસ્પિટલોમાં રૂમ લેવો તેમજ પોસ્ટ ઓફિસની કેટલીક સેવાઓનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. કાઉન્સિલે ઘણી સેવાઓ પર ટેક્સ છૂટ (tax exemptions) પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં હોટલના સસ્તા રૂમનો સમાવેશ થાય છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત નીતિ નિર્ધારણ સંસ્થા GST કાઉન્સિલની બેઠકના પ્રથમ દિવસે GST માં નોંધાયેલ કંપનીઓ માટે વિવિધ અનુપાલન પ્રક્રિયાઓ તથા મંત્રી સમુહની કરચોરી રોકવા સબંધી રિપોર્ટ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બનેલી કાઉન્સિલમાં રાજ્યોના નાણા પ્રધાનો પણ સામેલ છે.

આજે શું નિર્ણયો લેવાયા છે

GoMએ ઘણી સેવાઓ પર GST મુક્તિ નાબૂદ કરવાનું સૂચન કર્યું છે. જેમાં દરરોજ 1,000 રૂપિયાથી ઓછા ભાડાવાળા હોટેલ રૂમ પર 12 ટકાના દરે ટેક્સ વસૂલવાનું સૂચન સામેલ છે. અત્યારે આના પર ટેક્સ છૂટ છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે રૂ. 5,000 (ICU સિવાય)થી વધુ ભાડાના રૂમ પર 5 ટકા GSTની પણ ભલામણ કરવામાં આવી છે. જીઓએમએ પોસ્ટકાર્ડ અને આંતરદેશીય પત્રો, બુક પોસ્ટ્સ અને 10 ગ્રામથી ઓછા વજનવાળા એન્વલપ્સ સિવાયની પોસ્ટલ સેવાઓ પર ટેક્સ વસૂલવાનું સૂચન કર્યું છે.

સોના, ઝવેરાત અને કિંમતી પત્થરોની રાજ્યની હિલચાલ માટેના ઈ-વે બિલના સંદર્ભમાં કાઉન્સિલે ભલામણ કરી છે કે રાજ્યો એક મર્યાદા નક્કી કરી શકે, જેની ઉપર ઈલેક્ટ્રોનિક બિલ આપવુ ફરજિયાત હશે. મંત્રીઓના જૂથે મર્યાદા 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રાખવાની ભલામણ કરી છે. ઉચ્ચ જોખમ ધરાવતા કરદાતાઓના સંદર્ભમાં GoM રિપોર્ટમાં GST હેઠળ ઉચ્ચ જોખમ ધરાવતા કરદાતાઓની નોંધણી પછીની ચકાસણીનું સૂચન કરવામાં આવ્યું છે. આવા કરદાતાઓને ઓળખવા માટે વીજળી બિલની વિગતો અને બેંક ખાતાઓની ચકાસણીની પણ વાત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આવતીકાલે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય થઈ શકે છે

જૂન 2022 પછી રાજ્યોને મહેસૂલ વળતરની સિસ્ટમ ચાલુ રાખવા અને કેસિનો, ઑનલાઈન રમતો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST વસૂલવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બુધવારે ચર્ચા કરવામાં આવશે. વિપક્ષ શાસિત રાજ્યો GST વળતર પ્રણાલીને પાંચ વર્ષ સુધી લંબાવવાની અથવા રાજ્યોની આવકમાં હિસ્સો વર્તમાન 50 ટકાથી વધારીને 70-80 ટકા કરવાની માંગ કરી રહ્યા છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં કાઉન્સિલે રાજ્યોના નાણા પ્રધાનોના જૂથ દ્વારા રજૂ કરાયેલ વચગાળાનો અહેવાલ સ્વીકાર્યો હતો.

કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ એસ બોમાઈની આગેવાની હેઠળના પ્રધાનોના જૂથે રિવર્સ ડ્યુટી માળખું (તૈયાર માલ કરતાં કાચા માલ પર વધુ કર) અને ચોક્કસ માલ પર કર મુક્તિ નાબૂદ કરવા સહિત દરોને તર્કસંગત બનાવવા સંબંધિત ભલામણો આપવામાં આવી છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">