GST કલેક્શન સપ્ટેમ્બરમાં રૂ. 1.4 લાખ કરોડને પાર, પાછલા વર્ષની સરખામણીમાં 26 ટકા વધુ

આ 8મો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે. સપ્ટેમ્બરનું કુલ કલેક્શન રૂ. 1.5 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે.

GST કલેક્શન સપ્ટેમ્બરમાં રૂ. 1.4 લાખ કરોડને પાર, પાછલા વર્ષની સરખામણીમાં 26 ટકા વધુ
GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 5:09 PM

કોરોના મહામારીની અસરમાંથી બહાર આવતા સરકારની આવકમાં સ્થિરતા જોવા મળી રહી છે. સપ્ટેમ્બરમાં, સતત 7મા મહિને, જીએસટી કલેક્શન (GST Collection) રૂ. 1.4 લાખ કરોડને વટાવી ગયું છે. નાણા મંત્રાલયે આજે આ માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં જીએસટી (GST) કલેક્શન 1.47 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 26 ટકા વધુ છે. આ સાથે સપ્ટેમ્બર મહિનામાં ઈ-બીલ અને ઈ-ઈનવોઈસની સંખ્યા પણ 11 મિલિયનને વટાવી ગઈ છે. એપ્રિલમાં જ કુલ જીએસટી કલેક્શન રૂ. 1.67 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું રેકોર્ડ સ્તર છે.

GSTના આંકડા શું છે

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં GST થી કુલ આવક 1,47,686 કરોડ રૂપિયા રહી છે. GST લાગુ થયા બાદ આ 8મો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે. આ કલેક્શનમાં CGST રૂ. 25271 કરોડ, SGST રૂ. 31813 કરોડ, IGST રૂ. 80464 કરોડ અને સેસ રૂ. 10137 કરોડ છે. સપ્ટેમ્બર મહિનાનું કુલ કલેક્શન ગયા વર્ષના સમાન મહિના કરતાં 26 ટકા વધુ છે.

સપ્ટેમ્બર દરમિયાન જ એક દિવસમાં 49453 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે, જે કોઈપણ દિવસે બીજા નંબરનું સૌથી મોટું કલેક્શન છે. જો આપણે રાજ્યોના GST કલેક્શન પર નજર કરીએ તો, બિહારમાં ગયા વર્ષની સરખામણીમાં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. નાગાલેન્ડમાં 61 ટકા વૃદ્ધિ થઈ છે. GST કલેક્શનમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. જ્યાં મહિના દરમિયાન 21403 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ નાણાકીય વર્ષમાં કલેક્શન કેવું રહ્યું

એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1,67,540 કરોડના રેકોર્ડ પર પહોંચ્યું ત્યારે આ નાણાકીય વર્ષની શરૂઆત ખૂબ જ ધમાકેદાર રહી હતી. તે જ સમયે, મે મહિનામાં કલેક્શન રૂ. 1,40,885 કરોડ હતું, જે આ નાણાકીય વર્ષમાં સૌથી ઓછો આંકડો હતો. જૂન મહિનામાં 56 ટકાની વૃદ્ધિ સાથે કલેક્શન રૂ. 1,44,616 કરોડે પહોંચ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં જૂનમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. જુલાઈમાં કલેક્શન રૂ. 1,48,995 કરોડ અને ઓગસ્ટમાં રૂ. 1,43,612 કરોડનું કલેક્શન થયું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">