GST : હવે માત્ર 3 ટેક્સ સ્લેબ રહેશે ! 12 અને 18 ટકાના ટેક્સ રેટને જોડીને નવો દર થઈ શકે છે 16 ટકા

|

Nov 22, 2021 | 6:28 PM

રિપોર્ટ અનુસાર, સરકાર ચારની જગ્યાએ માત્ર ત્રણ ટેક્સ સ્લેબ રાખવા પર વિચાર કરી રહી છે. સરકાર 12 અને 18 ટકાના સ્લેબને જોડીને એક જ સ્લેબ બનાવવા માંગે છે. નવા ટેક્સ રેટ 15 કે 16 ટકા હોઈ શકે છે.

GST : હવે માત્ર 3 ટેક્સ સ્લેબ રહેશે ! 12 અને 18 ટકાના ટેક્સ રેટને જોડીને નવો દર થઈ શકે છે 16 ટકા
Goods And Service Tax

Follow us on

GSTને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, સરકાર ચારની જગ્યાએ માત્ર ત્રણ ટેક્સ સ્લેબ રાખવા પર વિચાર કરી રહી છે. હાલમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના (GST) ચાર સ્લેબ છે – 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. સરકાર 12 અને 18 ટકાના સ્લેબને જોડીને એક જ સ્લેબ બનાવવા માંગે છે. આ અંગે 27 નવેમ્બરના રોજ મંત્રી સમૂહની મહત્વની બેઠક મળી શકે છે. નવા ટેક્સ રેટ 15 કે 16 ટકા હોઈ શકે છે.

રિપોર્ટ અનુસાર જો સરકાર ટેક્સ રેટ 15 ટકા રાખશે તો રેવન્યુ પર કોઈ અસર નહીં થાય. જો કે, કુલ GST દર ઘટીને 11.6 ટકા પર આવી ગયો છે, જેના કારણે સરકારની કમાણી પર અસર થશે. આ અછતને પહોંચી વળવા માટે 16 ટકાના ટેક્સ સ્લેબની શક્યતા વધુ છે.

60 ટકા વસ્તુઓ પર ટેક્સ રેટ બદલાશે
12 અને 18 ટકા ટેક્સ સ્લેબની વાત કરીએ તો GST બાસ્કેટમાં આવતી લગભગ 60 ટકા સેવાઓ અને સામાન આ ટેક્સ રેટ હેઠળ આવે છે. GST કાઉન્સિલની આગામી બેઠક ડિસેમ્બર 2021માં પ્રસ્તાવિત છે. માનવામાં આવે છે કે તે બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. આ સિવાય સરકાર કેટલીક વધુ પ્રોડક્ટ્સને પણ GSTના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વળતરની સમય મર્યાદા જુલાઈ 2022 માં સમાપ્ત થાય છે
1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. આવતા વર્ષે જુલાઈમાં તેના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે પહેલા આ કર પ્રણાલીને સુધારી શકાય છે. જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે આગામી પાંચ વર્ષ સુધી આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે. તેની સમય મર્યાદા આવતા વર્ષે પુરી થઈ રહી છે.

વળતર બે મહિના પછી જાહેર કરવામાં આવે છે
હાલમાં, સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવકમાં થયેલા નુકસાનના બદલામાં વળતર આપવામાં આવે છે. તે દર બે મહિને જાહેર કરવામાં આવે છે. રાજ્યોનું કહેવું છે કે જો નવા મોડલ પર વિચાર કરવામાં નહીં આવે તો જુલાઈ 2022 પછી તેમનું નુકસાન કોણ ભરપાઈ કરશે.

 

આ પણ વાંચો : Multibagger stock : 10 રૂપિયાથી ઓછી કિંમતના આ શેરે રોકાણકારોના નાણાંનું એકવર્ષમાં 1300 ટકા રિટર્ન આપ્યું, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં

આ પણ વાંચો : Vibrant Gujarat: સમિટ પહેલાં થયા 24,185 કરોડના MoU, કરોડોના રોકાણ સાથે આટલી રોજગારીનો અવસર

Next Article