Vibrant Gujarat: સમિટ પહેલાં થયા 24,185 કરોડના MoU, કરોડોના રોકાણ સાથે આટલી રોજગારીનો અવસર
Gandhinagar: આજે થશે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત 24,185 કરોડના MoU થશે તેવી માહિતી સામે આવી છે. તો એક સાથે 20 જેટલા MoU થવા જઈ રહ્યા છે.
કોરોનાની (Corona) શરૂઆત બાદ લોકડાઉન અને મંદીમાંથી પસાર થઈનને હવે દેશ-દુનિયાના વેપાર ધંધાઓ (Busineess) ધીમે ધીમે શરુ થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વેપાર ધંધા પાટે ચઢી રહ્યાં છે. તો હવે ફરીથી એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં લાગી રહ્યું છે કે દેશ વિદેશની કંપનીઓ ફરી ગુજરાતમાં આવવાની તૈયારી બતાવી રહી છે. આ વાતની સાબિતી આપે છે આજની CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અલગ કંપનીઓ સાથેની વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) લક્ષી બેઠક.
મળેલી માહિતી પ્રમાણે આજે CM વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સાથે 24,185 કરોડના MOU કરવામાં આવ્યા છે. તેમજ રાજયમાં વિવિધ કંપનીનું રોકાણ આવવા જઈ રહ્યું છે. ત્યારે આ રોકાણ થાકી રાજ્યમાં રોજગારની મોટી ટકો ઉભી થશે તેવી આશા બંધાઈ રહી છે. આજે એક સાથે 20 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે PM નરેન્દ્ર મોદી મુખ્યમત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. ત્યારે આજે 10 મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. CM એ પહેલા દિવસે સરકાર તરફ ખાતરી આપી કે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે.
CM એ કહ્યું કે ઘણી વખત MOU થાય અને કામ શરુ ન થાય તો ઘણી મુશ્કેલીઓ પડે છે. પરંતુ હવે સરકાર તમારી સાથે છે. જણાવી દઈએ કે આ MOU સાથે 35 હજાર જેટલી રોજગારની ટકો ઉભી થવાની માહિતી મળી છે. આજે જે MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
અમરેલીના રાજુલામાં મેઘમણી ઓર્ગેનિક પ્રોજેક્ટ શરુ થશે. જેમાં 8500 કરોડનું રોકાણ થશે તેવી માહિતી સામે આવી છે. આ ઉપરાંત દહેજમાં મેઘમણી ફિંટેક 600 કરોડનું રોકાણ થશે. દહેજમાં આ પ્રોજેક્ટમાં 700 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે ઝગડિયામાં 100 કરોડનું રોકાણ થશે તેવી માહિતી સામે આવી છે. તો વધુ માહિતી અનુસાર IOC 1595 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. જેમાં 5760 લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: JUNAGADH : સિંહની પજવણીના કેસમાં 3 લોકોની અટકાયત, ફાર્મના માલિક પોલીસકર્મીને સમન્સ