AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BPL કાર્ડધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજનાઓ; વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે!

સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) શરૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા (BPL) પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ, તમે તમારા પરિવારના સભ્યો માટે પાંચ અલગ-અલગ પ્રકારની પેન્શન યોજનાઓનો લાભ મેળવી શકો છો.

BPL કાર્ડધારકો માટે સરકારે શરૂ કરી 5 પેન્શન યોજનાઓ; વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે!
Manish Gangani
| Edited By: | Updated on: Jan 21, 2026 | 7:45 PM
Share

ગરીબી રેખા BPL (Below Poverty Line) નીચે જીવતા લોકોને મદદ કરવા માટે, સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) હેઠળ પાંચ અલગ અલગ પેન્શન યોજનાઓ શરૂ કરી છે. NSAP એ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી યોજના છે, જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લાગુ પડે છે. તેનું સંચાલન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તમે પણ તમારા ઘરના સભ્યના આ યોજનાનો લાભ લઈ શકો છો. જાણો વિગતે.

હાલમાં, આ પાંચ યોજનાઓ NSAP હેઠળ ચાલી રહી છે:

  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના (IGNOAPS)
  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના (IGNWPS)
  • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના (IGNDPS)
  • રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના (NFBS)
  • અન્નપૂર્ણા યોજના

આ યોજનાઓ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?

  • UMANG એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા વેબસાઇટની મુલાકાત લો: https://web.umang.gov.in/web_new/home
  • તમારા મોબાઇલ નંબર અને OTP સાથે લોગિન કરો, અથવા નવું એકાઉન્ટ બનાવો.
  • સર્ચ બોક્સમાં NSAP લખો.
  • ઓનલાઇન અરજી કરો પર ક્લિક કરો.
  • તમારી મૂળભૂત માહિતી ભરો, ચુકવણી પદ્ધતિ પસંદ કરો, ફોટો અપલોડ કરો અને સબમિટ કરો.

આ પાંચ યોજનાઓ વિશે જાણીએ

  1. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન (IGNOAPS) પેન્શન 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે જેઓ BPL પરિવારોના છે. જેમની ઉંમર 60 થી 79 વર્ષ હોય તેને દર મહિને ₹200 આપવામાં આવે છે તેમજ 80 વર્ષ તેથી ઉંમરના વૃદ્ધને દર મહિને ₹500 આપવામાં આવેલ છે.
  2. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન (IGNWPS) 40 થી 79 વર્ષની વયની વિધવાઓ જે BPL પરિવારોના હોય તો તેમને દર મહિને ₹300 મળે છે. 80 વર્ષથી વધુ ઉંમર હોય તો દર મહિને ₹500 મળે છે.
  3. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન (IGNDPS) ગંભીર અથવા બહુવિધ અપંગતા ધરાવતા 18 થી 79 વર્ષની વયના BPL વ્યક્તિઓને દર મહિને ₹300 મળે છે. 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને રૂપિયા  500 દર મહિને મળે છે.
  4. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના (NFBS) – જો BPL પરિવારના (18 થી 59 વર્ષ) કમાતા સભ્યનું મૃત્યુ થાય છે, તો પરિવારને 20,000 રૂપિયાની એક સાથે સહાય આપવામાં આવે છે.
  5. અન્નપૂર્ણા યોજના – IGNOAPS માટે પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવે છે.

કમાલની સ્કીમ.. Post Office ની આ યોજનાએ મચાવ્યો ધમાલ, આપી રહી છે 8 ટકા થી વધુ રિટર્ન

અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">