AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદા-દાદીને સરકારની મોટી ભેટ, હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે ‘આયુષ્માન ભારત’ વીમો

Ayushman Bharat insurance : બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક સિનિયર સિટીઝનને નાગરિકને 'આયુષ્માન ભારત' યોજના હેઠળ સ્વાસ્થ્ય વીમાનો લાભ મળશે. સંપૂર્ણ વિગતો વાંચો

દાદા-દાદીને સરકારની મોટી ભેટ, હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે 'આયુષ્માન ભારત' વીમો
70 years of age will get Ayushman Bharat insurance
| Updated on: Sep 12, 2024 | 8:51 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત’નો લાભ મળશે. અમીર-ગરીબનો ભેદ નહીં રહે, બલ્કે દરેકને તેના દાયરામાં લાવવામાં આવશે.

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ આ એક નવી કેટેગરી હશે. આ અંતર્ગત સરકાર 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા સાથે સ્વાસ્થ્ય વીમો આપશે.

વૃદ્ધો માટે આ રીતે યોજના કામ કરશે

મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજનાના લાભોની વિગતવાર માહિતી આપતા કહ્યું કે, આ 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન માટે યૂનિવર્સલ હેલ્થ કવરેજ હશે. હાલમાં લગભગ 12.3 કરોડ પરિવાર આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી રહ્યા છે. લગભગ 4.5 કરોડ પરિવારો અથવા 6 કરોડ સિનિયર સિટિઝનને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવેલી સુવિધાનો લાભ મળશે.

દર વર્ષે મળશે 5 લાખ રૂપિયા

જે પરિવારો પહેલાથી જ આયુષ્માન ભારત યોજનાનો ભાગ છે, જો તેમના પરિવારમાં એક વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુ હોય, તો તેમને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપ-અપ મળશે. આ શેર હેલ્થ કવર હશે.

આવા પરિવારો જે હાલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનને તેમાં સામેલ કરવામાં આવશે અને તેમને દર વર્ષે 5 લાખ રૂપિયાનું શેર કવર મળશે.

જો આયુષ્માન ભારતની આ કેટેગરીમાં 70 વર્ષથી વધુ ઉંમરના દંપતી હોય, તો બંને માટે 5 લાખ રૂપિયાનું વીમા કવચ સમાન હશે. મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ દરેકને આનો ફાયદો થશે.

સરકારી કર્મચારીઓને પણ પસંદગીનો વિકલ્પ મળશે

એટલું જ નહીં આવા વડીલો કે જેઓ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કોઈપણ આરોગ્ય યોજના (CGHS/SGHS) અથવા આર્મીની આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તે બધા પાસે તેમની જૂની સ્કીમ ચાલુ રાખવા અથવા આયુષ્માન ભારતનું આ કવર પસંદ કરવાનો વિકલ્પ હશે. એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ સ્કીમ (ESCI) અથવા ખાનગી સ્વાસ્થ્ય વીમો ધરાવતા વૃદ્ધ લોકોને પણ આયુષ્માન ભારતમાં જોડાવાની તક મળશે.

લોકોને આ યોજનાનો લાભ વિનામૂલ્યે મળશે. જો કે આ માટે સરકાર તમામ વૃદ્ધોને વીમો લેવા વિનંતી કરશે અને તેની અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. સરકારે આ કેટેગરી માટે રૂપિયા 3,437 કરોડની પ્રારંભિક જોગવાઈ કરી છે.

કેબિનેટની બેઠકમાં પણ આ નિર્ણયો લેવામાં આવ્યા હતા

કેબિનેટ બેઠકમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. સરકારે હાઈડ્રોઈલેક્ટ્રીસીટી દ્વારા 31,350 મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર તેના પર 12,461 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આટલું જ નહીં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર હવે નવી સ્કીમ ‘PM E-Drive Yojana’ શરૂ કરશે. આ માટે 10,900 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

‘PM ઇ-ડ્રાઇવ સ્કીમ’ (PM ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ) દેશમાં લગભગ 9 વર્ષથી ચાલતી FAME સબસિડી સ્કીમનું સ્થાન લેશે. આ નવી યોજનાનો લાભ 24.79 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, 3.16 લાખ ઇ-થ્રી-વ્હીલર અને 14,028 ઇ-બસની ખરીદી પર મળશે. નવી યોજના હેઠળ 88,500 ચાર્જિંગ સ્ટેશનોને પણ સરકાર તરફથી મદદ મળશે.

g clip-path="url(#clip0_868_265)">