GDP ગ્રોથ બાદ અર્થતંત્ર માટે સારા સમાચાર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર 31 મહિનાની ટોચે પહોંચ્યું
1 જૂનના રોજ જાહેર થયેલા ડેટા દર્શાવે છે કે ભારતનો મે મહિનાનો S&P ગ્લોબલ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલના 57.2 થી વધીને મે મહિનામાં 31 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
ભારતની અર્થવ્યવસ્થા માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. એક દિવસ પહેલા જીડીપીના અંદાજ કરતા સારા આંકડા જોવા મળ્યા હતા. ગુરુવારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ડેટા પણ ઘણી રાહત આપી રહ્યા છે. મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI 31 મહિનાની ટોચે પહોંચી ગયો છે. પીએમઆઈ સર્વે મુજબ મે મહિનામાં નવા ઓર્ડરમાં વધારો થયો છે અને રોજગારીની વધુ તકો ઊભી થઈ છે. જેના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારો થયો છે.
જાન્યુઆરી 2021 પછી ફેક્ટરી ઓર્ડર્સ સૌથી ઝડપી ગતિએ વધ્યા
S&P ગ્લોબલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ભારતના મેન્યુફેક્ચરિંગ PMIએ પ્રોત્સાહક વૃદ્ધિ દર્શાવી હતી. આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સકારાત્મક ચિત્ર રજૂ કરે છે. જાન્યુઆરી 2021 બાદથી કારખાના ઓર્ડર સૌથી ઝડપી ગતિએ વધી રહ્યા છે. વેચાણમાં થયેલા વધારાએ ઉત્પાદન, રોજગાર અને ખરીદીની માત્રામાં મજબૂત વૃદ્ધિનો માર્ગ પણ મોકળો કર્યો છે. મે મહિનામાં સપ્લાય ચેઈનની સ્થિતિમાં વધુ સુધારો જોવા મળ્યો છે. આ સાથે કંપનીઓએ ઇનપુટ ઇન્વેન્ટરીમાં રેકોર્ડ સ્ટોરેજ કર્યો છે.
આ પણ વાંચો : દેશના GDP ગ્રોથ રેટમાં વધારો, PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું- પડકારો પછી પણ અર્થવ્યવસ્થા ડગમગી નથી
નવા ઓર્ડર વોલ્યુમમાં મજબૂત વૃદ્ધિ
S&P ગ્લોબલે કહ્યું છે કે મે મહિનામાં નવા ઓર્ડરના વોલ્યુમમાં મોટો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીઓની નિકાસમાં છેલ્લા 6 મહિનામાં સૌથી ઝડપી વિસ્તરણ નોંધાયું છે. વધતા નવા ઓર્ડર અને બજારની અનુકૂળ સ્થિતિ વચ્ચે ઉત્પાદકોએ ઉત્પાદન વધાર્યું છે. S&P ગ્લોબલે વધુમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ઉત્પાદનમાં વૃદ્ધિનો દર 28 મહિનામાં સૌથી ઝડપી હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં માગમાં વધારો
PMIના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય ઉત્પાદનોની માગ સ્થાનિક બજારમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત છે. તેમના મતે સ્થાનિક સ્તરના ઓર્ડરમાં વધારાને કારણે અર્થતંત્રનો આધાર ઘણો મજબૂત છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં માંગમાં વધારાને કારણે વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ વધ્યું છે. આંકડાઓ અનુસાર કંપનીઓનું આંતરરાષ્ટ્રીય વેચાણ છ મહિનાની ટોચે પહોંચી ગયું છે.