સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : હોમ લોનના ઓછા વ્યાજ દરનો મળશે લાભ, EMI નો બોજ ઘટશે

|

Jul 12, 2022 | 6:51 AM

મકાન ભથ્થું હાઉસ બિલ્ડીંગ એડવાન્સ (HBA) તરીકે ગણવામાં આવે છે જે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને અગાઉ HBA નહોતું મળતું પરંતુ આ વિશેષ યોજના 1 ઓક્ટોબર 2020થી શરૂ કરવામાં આવી હતી.

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : હોમ લોનના ઓછા વ્યાજ દરનો મળશે લાભ, EMI નો બોજ ઘટશે
Symbolic Image

Follow us on

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આ કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓને મકાન બનાવવા માટે મળનારા બિલ્ડીંગ એડવાન્સ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાઉસ બિલ્ડીંગ એડવાન્સ (HBA) એ એકમાત્ર હોમ લોન(Home Loan) સુવિધા છે જે કેન્દ્રીય કર્મચારીઓને એડવાન્સ સ્વરૂપે આપવામાં આવે છે. અગાઉ તેનો દર 7.9% હતો જે ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં વધારો કર્યા પછી આ એક મોટી જાહેરાત છે. બિલ્ડીંગ એડવાન્સના દર પર મુક્તિ આપવાની નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને હવે પહેલા કરતા ઓછા EMI અથવા હોમ લોનના હપ્તા ચૂકવવા પડશે.

અહીં મકાન ભથ્થું હાઉસ બિલ્ડીંગ એડવાન્સ (HBA) તરીકે ગણવામાં આવે છે જે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને અગાઉ HBA નહોતું મળતું પરંતુ આ વિશેષ યોજના 1 ઓક્ટોબર 2020થી શરૂ કરવામાં આવી હતી. HBA હેઠળ કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને ઘર બનાવવા માટે સસ્તું દરે એડવાન્સ આપે છે જેને HBA કહેવામાં આવે છે. કર્મચારીઓને મોટી રાહત આપતા સરકારે તેનો વ્યાજ દર 7.9% થી ઘટાડીને 7.1% કર્યો છે.

આ લાભ કર્મચારીઓને મળશે

HBAનો લાભ કેન્દ્ર સરકાર દ્વારા કાયમી અને હંગામી બંને કર્મચારીઓને આપવામાં આવે છે. જો કે અસ્થાયી કેન્દ્રીય કર્મચારીઓ માટે 5 વર્ષની શરત રાખવામાં આવી છે. એટલે કે, જે હંગામી કર્મચારીઓએ 5 વર્ષ સુધી સતત કામ કર્યું છે તેમને સરકાર તરફથી સસ્તામાં મકાન બનાવવા માટે HBAનો લાભ આપવામાં આવે છે. ધારો કે કોઈ સરકારી કર્મચારી પોતાની જમીન પર ઘર બનાવવા માંગે છે તો તેને HBA હેઠળ સરકાર પાસેથી ફંડ મળી શકે છે. HBAમાં સરકારી કર્મચારીને નવું મકાન કે ફ્લેટ બનાવવા માટે પણ ફંડ આપવામાં આવે છે. આ ફંડનો ઉપયોગ હોમ લોન મેળવવા માટે ડાઉન પેમેન્ટ તરીકે થઈ શકે છે. એટલા માટે ફંડનું નામ હાઉસ બિલ્ડીંગ એડવાન્સ આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રેટમાં ઘટાડો

HBA પર વ્યાજ દર ઘટાડીને 7.1% કરવામાં આવ્યો છે. સરકારે આ કપાત 12 મહિના માટે કરી છે જે 1 એપ્રિલ 2022 થી લાગુ છે અને 31 માર્ચ 2023 સુધી ચાલશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન, સરકારી કર્મચારીઓ HBA પર 7.1 ટકાના દરે વ્યાજ ચૂકવશે. આ એડવાન્સ સાતમા પગાર પંચની ભલામણોમાં પણ જણાવવામાં આવ્યું છે. તે જણાવે છે કે કેન્દ્રીય કર્મચારીઓ HBA હેઠળ 34 મહિનાનો બેઝિક પગાર, મહત્તમ રૂ. 25 લાખ અથવા ઘરની કિંમત જેટલી હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લઈ શકે છે. કર્મચારીને લોનની રકમ ચૂકવવા માટે 60 મહિના અથવા 5 વર્ષનો સમય આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યકાળ દરમિયાન લોનની રકમ EMI તરીકે ચૂકવી શકાય છે.

Published On - 6:50 am, Tue, 12 July 22

Next Article