બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, દર વર્ષે 10 Surprise Leave મળશે, જાણો RBIએ શું આદેશ આપ્યો

બેંકોને તેમના નિયામક મંડળની માન્ય નીતિ મુજબ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી તૈયાર કરવા અને સમયાંતરે તેની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ બેંકોને છ મહિનાની અંદર સૂચનોનું પાલન કરવાનું કહ્યું છે.

બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, દર વર્ષે 10 Surprise Leave મળશે, જાણો RBIએ શું આદેશ આપ્યો
બેંકની ફાઈલ તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:21 AM

RBI mandatory leave policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે સંવેદનશીલ હોદ્દા પર કામ કરતા બેન્કરોને દર વર્ષે ઓછામાં ઓછા 10 દિવસની સરપ્રાઈઝ લિવ(Surprise Leave) મળશે. શેડ્યુલ કોમર્શિયલ બેંકો ઉપરાંત આરબીઆઈનું નવો નિયમ ગ્રામીણ વિકાસ બેંક અને સહકારી બેંકો પર પણ લાગુ થશે.

2015 ના પરિપત્ર મુજબ ટ્રેઝરી ઓપરેશન્સ, કરન્સી ચેસ્ટ, રિસ્ક મોડેલિંગ, મોડેલ વેલિડેશન જેવા વિભાગોમાં કામ કરતા બેન્કર્સને સંવેદનશીલ માનવામાં આવે છે. આરબીઆઈ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી પણ બહાર પાડશે, જેને દર વર્ષે “mandatory leave” હેઠળ અચાનક રજા આપવામાં આવશે. નિયમ હેઠળ આ રજા બેન્કર્સને તેમને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના અચાનક આપવામાં આવશે. રૂરલ ડેવલપમેન્ટ બેન્ક અને સહકારી બેંક સહિતની બેંકોને મોકલવામાં આવેલી માહિતીમાં આરબીઆઇએ વિવેકપૂર્ણ જોખમ સંચાલનનાં ઉપાય(RBI Modified risk management guidelines) હેઠળ અણધારી રજા આપવાની નીતિ ઘડવા કહ્યું છે.

રજા દરમિયાન કોઈ જવાબદારી નહીં સોંપાય આવી રજા દરમિયાન સંબંધિત બેંક કર્મચારીની આંતરિક / કોર્પોરેટ ઇમેઇલ સિવાય ફિઝિકલ અથવા વર્ચુઅલ રીતે કોઈપણ રીતે કામની જવાબદારી રહેશે નહીં. આંતરિક / કોર્પોરેટ ઇમેઇલની સુવિધા સામાન્ય હેતુ માટે બેંક કર્મચારીઓ પાસે ઉપલબ્ધ છે. આરબીઆઈએ કહ્યું, “જોખમી સંચાલનનાં સમજદાર પગલાં તરીકે, બેંકો ‘અણધાર્યા રજા’ નીતિ લાગુ કરાશે, જેમાં સંવેદનશીલ હોદ્દા પર અથવા કામગીરીના ક્ષેત્રમાં તેનાત કરાયેલા કર્મચારીઓને દર વર્ષે ફરજિયાત રીતે ચોક્કસ સંખ્યા (10 કાર્યકારી દિવસ કરતા ઓછા) આપવામાં આવશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

mandatory leave Policy અપગ્રેડ કરવામાં આવી  અગાઉ, આરબીઆઈએ એપ્રિલ 2015 માં આ મુદ્દા પર તેની અગાઉની માર્ગદર્શિકામાં આવી રજા માટે કેટલા દિવસોનો ઉલ્લેખ કર્યો ન હતો. જો કે, તેમણે કહ્યું કે તે ‘થોડા દિવસો (10 કાર્યકારી દિવસ)’ હોઈ શકે છે. સેન્ટ્રલ બેંકે સંવેદનશીલ પોસ્ટ્સ અથવા કામગીરીના ક્ષેત્રો સાથે જોડાયેલા કર્મચારીઓ માટે ‘ફરજિયાત રજા’ નીતિમાં સુધારો કર્યો છે અને 23 એપ્રિલ 2015 ના પરિપત્રને રદ કર્યો છે.

બેંકોને છ મહિનાનો સમય અપાયો બેંકોને તેમના નિયામક મંડળની માન્ય નીતિ મુજબ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી તૈયાર કરવા અને સમયાંતરે તેની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ બેંકોને છ મહિનાની અંદર સૂચનોનું પાલન કરવાનું કહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">