Sovereign Gold Bond : સોમવારથી 5 દિવસ મળશે સસ્તું સોનું, સરકારે જાહેર કર્યા રેટ

ગોલ્ડ બોન્ડમાં નાની રકમનું રોકાણ કરી શકાય છે. બોન્ડમાં રોકાણ ઓછામાં ઓછા એક ગ્રામ સોનાની સમકક્ષ છેજે હાલમાં રૂ. 5100ની નજીક છે. આ સાથે ડિજિટલ મોડ દ્વારા અરજી કરનારા રોકાણકારોને દરેક બોન્ડ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.

Sovereign Gold Bond : સોમવારથી 5 દિવસ મળશે સસ્તું સોનું, સરકારે જાહેર કર્યા રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 7:43 AM

રિઝર્વ બેંકે(RBI) વર્ષ 2022-23 માટે સોવરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)ના પ્રથમ તબક્કાની ઈશ્યુ કિંમત જાહેર કરી છે. રિઝર્વ બેંક (RBI) એ ગુરુવારે જ માહિતી આપી હતી કે ગોલ્ડ બોન્ડનો આગળનો તબક્કો સોમવારથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો આગામી 5 દિવસ સુધી ઇશ્યૂમાં અરજી કરી શકશે. આ પછીનો  ગોલ્ડ બોન્ડનો આગળનો તબક્કો 22 થી 26 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવશે. એટલે કે જૂન પછી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની આગામી તક ઓગસ્ટમાં આવશે. ગોલ્ડ બોન્ડ સુરક્ષિત રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે, જેમાં રોકાણકારોને સોનાના ભાવમાં વધારાનો લાભ મળે છે. આ ઉપરાંત રોકાણ કરેલી રકમ પર વ્યાજ પણ મળે છે.

ઇશ્યૂ પ્રાઇસ શું છે?

રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની સિરીઝ-1 માટે ઈશ્યુ પ્રાઇસ 5091 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ સિરીઝ-1 20 જૂનથી 24 જૂન વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે રોકાણકારો કે જેઓ ડિજિટલી એપ્લાય કરે છે તેમને 50 રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,041 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

ગોલ્ડ બોન્ડની વિશેષતા શું છે?

ગોલ્ડ બોન્ડમાં નાની રકમનું રોકાણ કરી શકાય છે. બોન્ડમાં રોકાણ ઓછામાં ઓછા એક ગ્રામ સોનાની સમકક્ષ છેજે હાલમાં રૂ. 5100ની નજીક છે. આ સાથે ડિજિટલ મોડ દ્વારા અરજી કરનારા રોકાણકારોને દરેક બોન્ડ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. સબ્સ્ક્રિપ્શનના તબક્કા પહેલાં રિઝર્વ બેંક સબ્સ્ક્રિપ્શન રેટની જાહેરાત કરે છે જે સબ્સ્ક્રિપ્શન પહેલાંના સપ્તાહ દરમિયાન સરેરાશ સોનાની કિંમત પર આધારિત હોય છે.  રોકાણકારોને બોન્ડની રકમ પર 2.5 ટકા વ્યાજ મળે છે. આ સાથે રોકાણકારને સોનાના ભાવમાં વધારાનો ફાયદો પણ મળે છે. બોન્ડ 8 વર્ષ માટે ઓફર કરવામાં આવે છે. જો કે 5 વર્ષ પછી રોકાણ પાછું ખેંચવાનો વિકલ્પ છે. વર્ષ 2021-22માં કુલ 27 ટન સોનાના સમકક્ષ બોન્ડ 10 તબક્કામાં જારી કરવામાં આવ્યા હતા. જેની કુલ કિંમત લગભગ 13 હજાર કરોડ રૂપિયા હતી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

શરતો શું છે?

કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. આ માત્ર દેશના નાગરિકો, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા સામાન્ય નાગરિકો માટે 4 કિલો, HUF માટે 4 કિલો અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિલો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">