Sovereign Gold માં રોકાણ નફાનો સોદો સાબિત થઇ રહ્યો છે, જાણો કેવી રીતે મળશે સારું રિટર્ન

Sovereign Gold બોન્ડ એ સરકારી સ્કીમ છે. આ ફિઝિકલ ગોલ્ડ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. આ બોન્ડ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. જાન્યુઆરી 2016માં જ્યારે ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવ્યા ત્યારે એક ગ્રામ બોન્ડની કિંમત રૂ. 2600 હતી.

Sovereign Gold માં રોકાણ નફાનો સોદો સાબિત થઇ રહ્યો છે, જાણો કેવી રીતે મળશે સારું રિટર્ન
Sovereign Gold Bond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 10:05 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2016 માં Sovereign Gold લોન્ચ કર્યું હતું. તે સમયે મોટાભાગના લોકો આ નવા રોકાણ વિકલ્પ વિશે મૂંઝવણમાં હતા પરંતુ અમદાવાદના હરીશને આ બોન્ડ પસંદ પડ્યા હતા. તેણે સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB દ્વારા 100 ગ્રામ સોનામાં રોકાણ કર્યું હતું. હવે તેઓએ આ બોન્ડને રિડીમ કરીને જંગી નફો કર્યો છે.

Sovereign Gold બોન્ડ એ સરકારી સ્કીમ છે. આ ફિઝિકલ ગોલ્ડ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યું છે. આ બોન્ડ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. જાન્યુઆરી 2016માં જ્યારે ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવ્યા ત્યારે એક ગ્રામ બોન્ડની કિંમત રૂ. 2600 હતી. તે સમયે તેનું રોકાણ 2.60 ક્જગ રૂપિયા આસપાસ હતું.

જો કે બોન્ડની પાકતી મુદત આઠ વર્ષની છે પરંતુ પાંચ વર્ષ પછી રિડીમ કરી શકાય છે. આરબીઆઈએ પ્રથમ વખત પ્રીમેચ્યોરિટીનો વિકલ્પ આપ્યો છે. જેની કિંમત રૂપિયા 4,813 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી છે. આ ભાવ સોનાના ગયા સપ્તાહના બંધ ભાવની સરેરાશ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વખતે સરેરાશ 31 જાન્યુઆરી અને 4 ફેબ્રુઆરી વચ્ચેના સોનાના ભાવ પર આધારિત છે. પ્રી-મેચ્યોર રિડેમ્પશન સુવિધા દર છ મહિને ઉપલબ્ધ થશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

કેટલો નફો થશે?

આનંદને રૂ 4,81,300 બોન્ડના બદલામાં 100 ગ્રામ સોનું વેચવા બદલ મળ્યા છે. જોકે, તેણે રૂ. 2.6 લાખ રોકાણ કર્યું હતું. આમ તેણે રૂ. 2,21,300 નફો હાંસલ કર્યો છે. એટલું જ નહીં આ રોકાણ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ પણ મળે છે. તેના બદલામાં આનંદે પહેલેથી જ રૂ. 32,500 ની કમાણી કરી છે.

આમ તેણે કુલ રૂ. 2,60,000 ના રોકાણ પર પાંચ વર્ષમાં 2,53,800 એટલે કે, આનંદે લગભગ 98 ટકાનો શાનદાર નફો કર્યો છે.

ટેક્સનું ગણિત સમજો

જો SGB ને RBI મારફતે રિડીમ કરવામાં આવે તો નફા પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ રીતે આનંદને તેની 2,21,300 રૂપિયાની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો તે બોન્ડ એક્સચેન્જ દ્વારા વેચવામાં આવે તો વળતર મૂડી લાભની શ્રેણીમાં આવશે. જો બોન્ડ ખરીદીની તારીખના ત્રણ વર્ષ પહેલા વેચવામાં આવે તો વળતરને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે.

આ આવક રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે જેના પર સ્લેબ મુજબ ટેક્સ લાગશે. જો એ જ બોન્ડ ત્રણ વર્ષ પછી વેચવામાં આવે તો વળતર લાંબા ગાળાના મૂડી લાભની શ્રેણીમાં આવશે, જેના પર 20 ટકાના દરે ટેક્સ લાગશે. જો કે, દર વર્ષે મળતું વ્યાજ રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે જેના પર તેણે તેના સ્લેબના આધારે ટેક્સ ચૂકવવો પડે છે.

કરવેરા અને રોકાણ નિષ્ણાત બળવંત જૈન કહે છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ રોકાણકારો માટે લાભદાયક સાબિત થઈ રહ્યા છે. આ બોન્ડ તમારા પોર્ટફોલિયોમાં સામેલ હોવું આવશ્યક છે. લગ્ન માટે બાળકોની સોનાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ એક ઉપયોગી યોજના છે. આજકાલ દીકરો હોય કે દીકરી લગ્ન દરમિયાન સોનાની જરૂર પડે છે. આ માટે ગોલ્ડ બોન્ડમાં રોકાણ એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો આજે તમારા વાહનનું ઇંધણ સસ્તું થયું કે નહિ?

આ પણ વાંચો : Coal India : જાહેર ક્ષેત્રની આ કંપનીના જાહેર થયા પરિણામ, બ્રોકરેજ હાઉસનું શેરમાં 40 ટકા ગ્રોથનું અનુમાન

g clip-path="url(#clip0_868_265)">