Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો આજે તમારા વાહનનું ઇંધણ સસ્તું થયું કે નહિ?
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
19 ફેબ્રુઆરી શનિવારના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today)જાહેર કરવામાં આવ્યા છે.આજે પણ દેશના તમામ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાહતના સમાચાર એ છે કે આપણા દેશમાં 108 દિવસથી ઈંધણની કિંમતો સ્થિર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. આજે થોડા દિવસોની સુસ્તી બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.આજે ક્રૂડ ઓઈલના ભાવ 93 ડોલરની ઉપર છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ યથાવત
પેટ્રોલ અને ડીઝલના દર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલ મોંઘુ થાય તો પેટ્રોલ-ડીઝલ પણ મોંઘુ થાય છે અને જ્યારે ક્રુડ ઓઈલ સસ્તું થાય છે તો પેટ્રોલ-ડીઝલ પણ સસ્તું થાય છે. પરંતુ ભારતમાં છેલ્લા 108 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો નથી, જ્યારે આ 108 દિવસ દરમિયાન આપણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ હતી અને એક સમય એવો હતો જ્યારે તે 95 ડોલર પ્રતિ બેરલની ઉપર પણ આવી ગયો હતો.
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો
સતત કેટલાક દિવસો સુસ્ત રહ્યા બાદ આજે આપણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. oilprice.com મુજબ, 19 ફેબ્રુઆરી, શનિવારના રોજ ક્રૂડ ઓઈલની કિંમત વધીને 93.54 ડોલર પ્રતિ બેરલ થઈ હતી. જો કે, WTI ક્રૂડના ભાવ હજુ પણ સુસ્ત છે. WTI ક્રૂડ શનિવારે 0.75 ટકા ઘટીને 91.07 ડોલર પર આવી ગયું હતું. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ આજે 0.61 ટકા વધીને 93.54 ડૉલર પર પહોંચી ગયું છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 92.23 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : Coal India : જાહેર ક્ષેત્રની આ કંપનીના જાહેર થયા પરિણામ, બ્રોકરેજ હાઉસનું શેરમાં 40 ટકા ગ્રોથનું અનુમાન
આ પણ વાંચો : શેરબજારનો ઘટાડો ગભરાવાનો સામાન્ય નહિ પણ સમજણ સાથે ખરીદી પણ કરી શકાય!!! જાણો શું કહે છે નિષ્ણાંત