Gold Price Today : આ 5 પરિબળ સોનાની કિંમત ઉપર કરી રહ્યા છે સીધી અસર!!! જાણો આજે શું છે સોનાનાં ભાવ?
તાજેતરમાં સરકારે પેટ્રોલિયમ નિકાસ પર ટેક્સની જાહેરાત કરી હતી. મહેસૂલ સચિવ તરુણ બજાજે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ વર્તમાન સ્તર કરતાં 40 ડોલર સસ્તું નહીં થાય ત્યાં સુધી વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવામાં આવશે નહીં
સોના પર 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવ્યા બાદ તેની કિંમત(Gold Price Today)માં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં MCX પર સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું 52 હજાર અને ચાંદી 58300ની સપાટી વટાવી ગઈ છે. સોનાને ફુગાવા સામે હેજિંગ તરીકે જોવામાં આવે છે. જો કે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે તેની કિંમત પર દબાણ વધે છે. હાલમાં મોંઘવારી પણ ચરમસીમાએ છે અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને કારણે ડોલર પણ મજબૂત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બંને પરિબળોની અસર જોવા મળી રહી છે.
સોનાના ભાવના અંદાજ અંગે કેડિયા કોમોડિટીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે ફેડ મિનિટ્સની બેઠક છે. આમાં તમને અર્થતંત્ર અને વ્યાજ દર વિશે માહિતી મળશે. ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ વ્યાજ દરમાં વધારો કરવામાં આવશે. જૂનની બેઠકમાં વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. વ્યાજદરમાં વધારાથી ડોલર મજબૂત થશે. જ્યાં સુધી વ્યાજદરમાં વધારો થતો રહેશે ત્યાં સુધી સોનું દબાણ હેઠળ રહેશે.
અજય કેડિયાએ કહ્યું કે જો વૃદ્ધિમાં ઘટાડાની આગાહી કરવામાં આવે તો તે મંદીનો સંકેત આપે છે અને આવી સ્થિતિમાં સોનામાં રોકાણકારોનો રસ ફરી વધશે. આવી સ્થિતિમાં સોનામાં વોલેટિલિટી ચાલુ રહેશે.
IIFL સિક્યોરિટીના અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે ઈમ્પોર્ટ બિલ મોંઘું થશે અને ચાલુ ખાતાની ખાધ વધશે. ઊંચી મોંઘવારી અને ઊંચી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ રૂપિયા પર વધુ દબાણ સર્જશે જેના કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં વધારો થશે.
ડોલરના આઉટફ્લોમાં ક્રૂડ ઓઈલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ક્રૂડ ઓઈલ વધે તો 85 ટકા આયાત કરતા ભારતે ક્રૂડ ઓઈલની આયાત માટે વધુ ડોલર રિઝર્વ ખર્ચ કરવો પડશે, જેનાથી રૂપિયા પર દબાણ વધશે. આવી સ્થિતિમાં કોમોડિટી અને ક્રૂડના ભાવની સીધી અસર સોનાની કિંમત અને રૂપિયા પર પડશે.
તાજેતરમાં સરકારે પેટ્રોલિયમ નિકાસ પર ટેક્સની જાહેરાત કરી હતી. મહેસૂલ સચિવ તરુણ બજાજે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલ વર્તમાન સ્તર કરતાં 40 ડોલર સસ્તું નહીં થાય ત્યાં સુધી વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવામાં આવશે નહીં.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 52230.00 +108.00 (0.21%) – 10:00 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે – 09:32 વાગે | |
Ahmedavad | 54000 |
Rajkot | 54020 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52420 |
Mumbai | 52470 |
Delhi | 52470 |
Kolkata | 52470 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 46822 |
USA | 45840 |
Australia | 45878 |
China | 45848 |
(Source : goldpriceindia) | |