Gold Price Today : સોનાંનો ભાવ 6 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો, જાણો આજે 10 ગ્રામ સોનાંનો રેટ શું છે?
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ પણ ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને મંજૂરી આપી છે. સેબી રેગ્યુલેશન્સ હેઠળ ગોલ્ડ એક્સચેન્જ માટેનું માળખું મંજૂર કરવામાં આવ્યું છે.
સોનાના ભાવ(Gold price today)માં આજે થોડો વધારો જોવા મળી રહ્યો છે. MCX પર ડિસેમ્બર સોનાનો વાયદો 0.38% વધીને છ મહિનાની નીચી સપાટી 45,942 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયો છે જ્યારે ચાંદીનો દર 0.18% વધીને 58,490 પ્રતિ કિલોગ્રામ થયો છે. અગાઉના સત્રમાં સોનું 0.4% જ્યારે ચાંદી 3.5% અથવા ₹ 2,000 પ્રતિ કિલો ઘટી હતી.
વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ ઊંચા ગયા પરંતુ અમેરિકી ડોલરની મજબૂતીના કારણે સાત સપ્તાહની નીચી સપાટીએ રહ્યા છે.આ અગાઉ બુધવારે હાજર સોનું 0.2% વધીને 1,729.83 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ડોલર ઇન્ડેક્સ આજે થોડો ઘટી ગયો પરંતુ બુધવારે એક વર્ષની ઊંચી સપાટીની નજીક રહ્યો હતો.
તમે શેરની જેમ સોનું ખરીદી શકો છો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ પણ ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને મંજૂરી આપી છે. સેબી રેગ્યુલેશન્સ હેઠળ ગોલ્ડ એક્સચેન્જ માટેનું માળખું મંજૂર કરવામાં આવ્યું છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ સિક્યોરિટીઝ તરીકે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રેસિટસ જારી કરવામાં આવશે અને સૂચિત કરવામાં આવશે. આવા એક્સચેન્જો પહેલેથી જ વિદેશમાં ચાલી રહ્યા છે. દેશમાં પણ સોનાના વેપારમાં પારદર્શિતા વધારવા માટે એક એક્સચેન્જ શરૂ કરવાની માંગ હતી.
MCX GOLD 45824.00 239.00 (0.52%) – 10:46 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 47450 RAJKOT 999 47470 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 47350 MUMBAI 46110 DELHI 49480 KOLKATA 48250 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 47130 HYDRABAD 47130 PUNE 47480 JAYPUR 47400 PATNA 47480 NAGPUR 46110 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 42247 AMERICA 41533 AUSTRALIA 41456 CHINA 41524 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.
આ પણ વાંચો : 7th Pay Commission: હવે રૂપિયા 1.25 લાખ માસિક પેન્શન મળશે, સમજો સરકારના નવા પેન્શન રુલ્સને અહેવાલ દ્વારા
આ પણ વાંચો : 7th Pay Commission: સરકારી કર્મચારીઓ તાત્કાલિક સેલેરી એકાઉન્ટ તપાસો, આજે મળી શકે છે ખુશખર !