Gold Price Today : સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનું 62679 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે
Gold Price Today : LKP સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. માર્કેટમાં આ વર્ષે સોનું 20 ટકા સુધીનું વળતર આપી શકે છે.
Gold Price Today : સોના-ચાંદીના ભાવ આકાશ તરફ ગતિ કરી રહ્યા છે. વિશ્વભરના બજારોમાં ઉથલપાથલને કારણે બંને મુખ્ય કિંમતી ધાતુના ભાવમાં મજબૂત એક્શન જોવા મળી રહી છે. વાયદા બજાર હોય કે હાજર બજાર સોનું અત્યાર સુધીના સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. અમેરિકામાં રોજગારના નબળા ડેટાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું ઝડપથી વધ્યું છે. સોનાને નબળા ડૉલર ઇન્ડેક્સથી પણ ટેકો મળ્યો હતો જે બે મહિનાની નીચી સપાટીએ સરકી ગયો હતો. કોમેક્સ પર સોનાની કિંમત 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે જે પ્રતિ ઔંસ 2040 ડોલર છે. એ જ રીતે ચાંદીએ 25 ડોલર પ્રતિ ઔંસનો આંકડો પાર કર્યો હતો. ચાંદીના ભાવ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. આના પરિણામે સ્થાનિક વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.
આજે સોનુ 61,024.00 ની સપાટીએ 61 હજારને પાર ખુલ્યું છે. પ્રારંભિક કારોબારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર સોનુ આજ સપાટી ઉપર ઉપલા સ્તરે પણ રહ્યું હતું. MCX પર સોનાની નીચલી સપાટી 60,980.00 રૂપિયા નોંધાઈ હતી. સ્થાનિક બજારની વાત કરીએ તો આરવ બુલિયનના ડેટા અનુસાર સવારે 9.20 વાગે અમદાવાદમાં સોનું TDS સાથે 62679 રૂપિયાના ભાવે ટ્રેડ થયું હતું.
સોનાના ભાવને ક્રૂડની વધતી કિંમત પણ અસર કરી રહી છે. ઓપેક દ્વારા ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. કાળું સોનનું છેલ્લા કેટલાક દિવસોથી સતત મોંઘુ થઈ રહ્યું છે. આની અસર ભારતમાં પેટ્રોલ – ડીઝલની કિંમતો ઉપર પણ દેખાઈ શકે છે. આ પરિબળોથી સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાની કિંમત 68,000 સુધી પહોંચવાનો અંદાજ
LKP સિક્યોરિટીઝના વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. માર્કેટમાં આ વર્ષે સોનું 20 ટકા સુધીનું વળતર આપી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…