India -UAE વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 1 મેથી અમલમાં આવી શકે છે, 6090 વસ્તુઓ ડ્યૂટી ફ્રી નિકાસ કરી શકાશે

ગોયલે દુબઈ એક્સ્પોમાં કહ્યું, "અમે હાલમાં UAEમાં લગભગ 26 અબજ ડોલરના માલની નિકાસ કરી રહ્યા છીએ. તેમાંથી લગભગ 90 ટકા વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી પહેલા જ દિવસે નાબૂદ કરવામાં આવશે.

India -UAE વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 1 મેથી અમલમાં આવી શકે છે, 6090 વસ્તુઓ ડ્યૂટી ફ્રી નિકાસ કરી શકાશે
Piyush Goyal - Commerce and Industry Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:37 AM

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન(Commerce and Industry Minister) પીયૂષ ગોયલે(Piyush Goyal) જણાવ્યું હતું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (India-UAE) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) આ વર્ષે 1 મેથી અમલમાં આવી શકે છે. આ કરાર હેઠળ કાપડ, કૃષિ, ડ્રાય ફ્રૂટ્સ, જેમ્સ અને જ્વેલરી જેવા ક્ષેત્રોના 6,090 સમાનના સ્થાનિક નિકાસકારોને UAE માર્કેટમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળશે. ભારત અને UAEએ ફેબ્રુઆરીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા હતા. તેનો ધ્યેય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાન 60 અબજ ડોલરથી વધારીને 100 અબજ ડોલર કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ કરાર વિશે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે અને હવે અમે અમારી તમામ દસ્તાવેજી ની કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તમામ કસ્ટમ સૂચનાઓ ઝડપથી જારી કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે 1 મે 2022 સુધીમાં શરૂ થઈ શકે છે.

90 ટકા માલ પર કસ્ટમ ડ્યુટી સમાપ્ત થશે

ગોયલે દુબઈ એક્સ્પોમાં કહ્યું, “અમે હાલમાં UAEમાં લગભગ 26 અબજ ડોલરના માલની નિકાસ કરી રહ્યા છીએ. તેમાંથી લગભગ 90 ટકા વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી પહેલા જ દિવસે નાબૂદ કરવામાં આવશે. આગામી પાંચ કે દસ વર્ષમાં માલના બાકીના 9.5 ટકા (લગભગ 1,270 વસ્તુઓ) પરની કસ્ટમ ડ્યુટી પણ શૂન્ય થઈ જશે.

છેલ્લા એક દાયકામાં ભારતનો આ પ્રથમ મહત્વનો મુક્ત વેપાર કરાર

લગભગ એક દાયકામાં ભારતનો આ પ્રથમ મુક્ત વેપાર કરાર છે જે યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને કેનેડા સાથે ધીમી વાટાઘાટોની પૃષ્ઠભૂમિ સામે આવે છે. બીજું આનાથી ભારતીય ઉદ્યોગપતિઓને ઘણા ફાયદા થવાની શક્યતાઓ છે. UAE તેમજ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં ભારતની પહોંચની શક્યતાઓનો સમાવેશ થાય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જ્વેલરીની નિકાસમાં તેજી જોવા મળશે

ભારતે 2020-21માં UAEથી લગભગ 70 ટન સોનાની આયાત કરી હતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ભારતને UAE માર્કેટમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળશે. ભારત સોનાની આયાત કરતો મોટો દેશ છે. ભારત દર વર્ષે લગભગ 800 ટન સોનાની આયાત કરે છે. આ ખાસ કરારમાં અમે તેમને (UAE)ને 200 ટનનો TRQ (ટેરિફ રેટ ક્વોટા) આપ્યો છે, જ્યાં બાકીની દુનિયા માટે જે પણ આયાત ડ્યૂટી લાદવામાં આવશે તેના કરતાં ડ્યૂટી હંમેશા એક ટકા ઓછી હશે.

UAE માં નોકરી માટે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ‘તેજસ’ શરૂ થયો

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ‘તેજસ’ (અમીરાતની નોકરીઓ અને કૌશલ્યો માટેની તાલીમ) ની શરૂઆત કરી. તેનો ઉદ્દેશ્ય ભારતીય કર્મચારીઓને કુશળ અને સંયુક્ત આરબ અમીરાતના બજારની જરૂરિયાતો અનુસાર બનાવવાનો છે. ભારતમાં યુવાનોની વસ્તી છે અને દેશ નિર્માણ અને છબી નિર્માણમાં યુવાનોનો સૌથી મોટો હિસ્સો છે.

આ પણ વાંચો : Opening Bell : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે લાલ નિશાન નીચે સરક્યો કારોબાર, Sensex 57,472 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">