AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સોનુ 7 દિવસમાં 2200 રૂપિયા મોંઘુ થયું, અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ 52000 નજીક પહોંચ્યો

Gold price today in Ahmedabad : અમદાવાદમાં આજે 1 તોલા સોનાનો ભાવ 51960 રૂપિયા છે .

Gold Price Today : સોનુ 7 દિવસમાં 2200 રૂપિયા મોંઘુ થયું, અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ 52000 નજીક પહોંચ્યો
દેશમાં સોનુ સસ્તું થવાના મળી રહ્યં છે સંકેત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 12:40 PM
Share

Gold Price Today : સોનાના ભાવમાં આજે સતત સાતમા દિવસે તેજી જોવા મળી હતી. વધતી કિંમતોને કારણે સોનું ફરી એકવાર તેના રેકોર્ડ સ્તર તરફ આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પોણા ટકા વધારા સાથે 50 હજાર ઉપર ટ્રેડ કરી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 7 ફેબ્રુઆરીએ સોનાની કિંમત આજે 0.19 ટકા વધીને 48,014 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

2020માં સોનાનો ભાવ 56,000ને પાર કરી ગયો હતો

જો વર્ષ 2020ની વાત કરીએ તો આ સમયે MCX પર સોનાની કિંમતમાં જોરદાર વધારો થયો હતો. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.

જાણો આજે શું છે સોના ચાંદીના ભાવ.

એપ્રિલ ડિલિવરી માટે સોનું પોણા ટકા વધીને રૂ. 50,000 પર દેખાઈ રહ્યું હતું. આજે સોનું 50,350.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યું છે. આજના કારોબારમાં ચાંદી 0.64 ટકા વધીને રૂ. 64,529 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50272.00 +356.00 (0.71%) –  12:33 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે

Ahmedavad 51960
Rajkot 51980
(Source : aaravbullion)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે

Chennai 51700
Mumbai 51050
Delhi 51050
Kolkata 51050
(Source : goodreturns)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર

Dubai 46751
USA 45675
Australia 45531
China 45674
(Source : goldpriceindia)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં જબરદસ્ત રિકવરી દેખાઈ, Sensex 833 અંક ઉછળ્યો

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો તણાવ ઇંધણની કિંમત ચિંતાજનક સ્તરે પહોંચાડશે? આજે શું છે પેટ્રોલ – ડીઝલના ભાવ

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">