AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારમાં જબરદસ્ત રિકવરી દેખાઈ, Sensex 1750 અંક ઉછળ્યો

નબળા વૈશ્વિક સંકેત , રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.

Share Market : શેરબજારમાં જબરદસ્ત રિકવરી દેખાઈ, Sensex 1750 અંક ઉછળ્યો
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:25 PM
Share

Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં કડાકા બાદ આજે શેરબજારમાં થોડી રિકવરી દેખાઈ રહી છે. શેરબજારમાં આજે શરૂઆતી જોવા મળી છે. આજે મંગળવારે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર છે. Sensex સોમવારે 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 56,731.56 ઉપર ખુલ્યો છે. Nifty ની વાત કરીએતો સોમવારે 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયેલો નિફટી આજે 16,933.25 ઉપર ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (03.24 PM )

SENSEX 58,160.45 +1,754.61 
NIFTY 17,362.50 +519.70 
SENSEX NIFTY
Open 56,731.56 16,933.25
Prev close 56,405.84 16,842.80
High 57,997.86 17,306.40
Low 56,438.47 16,839.25

વૈશ્વિક સંકેત નબળા

વૈશ્વિક બજારમાં સતત બીજા દિવસે નબળાઈના સંકેત દેખાઈ રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવને જોતા બજાર અસ્થિર છે. સોમવારે યુએસ બજારો લાલ નિશાન સાથે બંધ થયા હતા. સતત બીજા દિવસે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 171 પોઈન્ટના ઘટાડા સાથે 34566 પર લાલ નિશાન સાથે બંધ થયો હતો. નાસ્ડેકમાં પણ ઘટાડો થયો હતો અને ઈન્ડેક્સ 0.23 પોઈન્ટના ઘટાડા સાથે સપાટ બંધ રહ્યો હતો. હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે એનર્જી અને આઈટી શેરોએ બજારને ટેકો આપ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SFX નિફ્ટીમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી 72 પોઈન્ટ વધારા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજના કારોબાર દરમ્યાન આ બાબતો ધ્યાનમાં રાખજો

  • ડાઉ 171 પોઈન્ટ તૂટ્યો જ્યારે નાસ્ડેક ફ્લેટ બંધ
  • 13 મહિના પછી સોનું ફરી 50,000ને પાર કરી ગયું
  • કોલ ઈન્ડિયા સહિત ગઈકાલના પરિણામોના કારણે હલચલ
  • જાન્યુઆરીમાં CPI 7 મહિનાની ઊંચી સપાટીએ 6%થી ઉપર પહોંચ્યો

FII અને DII ડેટા

14 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી રૂ. 4253.70 કરોડ ઉપાડ્યા હતા તો બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 2170.29 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રમાં બજારમાં કડાકો બોલ્યો હતો

નબળા વૈશ્વિક સંકેત , રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો.કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. સોમવારે માર્કેટ કેપમાં રૂપિયા 8.29 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે તે રૂ. 263.47 લાખ કરોડ હતો જે આજે રૂ. 255.11 લાખ કરોડ સુધી ગગડ્યું હતું.

આ પણ વાંચો : LIC IPO : આ તારીખ પહેલા પોલિસી સાથે અપડેટ કરીલો PAN, નહીંતર અનામત ક્વોટાનો નહિ મળે લાભ

આ પણ વાંચો : Dabur દેશની પહેલી plastic waste neutral કંપની બની, 27000 ટન કચરાને રિસાયકલ કર્યો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">