Gold Price Today : સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, ગુજરાતમાં 1 તોલા સોના માટે 51300 રૂપિયા ખર્ચવા પડશે
Gold price today in Ahmedabad : અમદાવાદમાં આજે 1 તોલા સોનાનો ભાવ 51300 રૂપિયા છે .
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. આજના વધારા બાદ સોનાના ભાવ(Gold Price Today) રૂ.50000 આસપાસ પહોંચી ગયા છે. MCX પર સોનું 0.87 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યું છે. આજે ચાંદીની કિંમત(Silver Price Today) 64 હજાર રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે.
સોના – ચાંદીના ભાવ
એપ્રિલ ડિલિવરી માટે સોનું 0.87 ટકા વધીને રૂ. 50,000 પર નજરે પડ્યું હતું. આજે સોનું 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે દેખાયું છે. આજના કારોબારમાં ચાંદી 1.29 ટકા વધીને રૂ. 64,799 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 49667.00 +553.00 (1.13%) – 14:55 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 51300 |
Rajkot | 51320 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 51130 |
Mumbai | 50510 |
Delhi | 50510 |
Kolkata | 50510 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 46016 |
USA | 45017 |
Australia | 45054 |
China | 45052 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : તો વિશ્વભરમાં કાળા સોનાની કટોકટી સર્જાશે!!! જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ
આ પણ વાંચો : Share Market Crash : દેશના સૌથી મોટા કૌભાંડની અસર બજાર ઉપર પડી, Nifty Bank ઇન્ડેક્સ 1000 અંક તૂટ્યો