Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,130 રૂપિયા
ભારતીય બુલિયન માર્કેટમાં ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Gold Price Today : ભારતીય બુલિયન માર્કેટમાં ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં આજે 0.29 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ.56,200ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. આજે MCX પર સોનું ડિસેમ્બર ફ્યુચર્સ રૂ. 48,290 પ્રતિ 10 ગ્રામ છે જે હજુ પણ ઘણું સસ્તું મળી રહ્યું છે.
જાણો આજે સોનાનો ભાવ શું છે?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે સોનું આજે 0.02 ટકાના વધારા સાથે રૂ 48,438 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.
આજે ચાંદીની ચમક કેવી છે?
આજના કારોબારમાં ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 0.29 ટકા વધીને 62,549 રૂપિયા પર પહોંચી ગયો છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 48450.00 +21.00 (0.04%) – 10:25 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 50130 |
Rajkot | 50150 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 49950 |
Mumbai | 49690 |
Delhi | 49540 |
Kolkata | 49540 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 44644 |
USA | 43447 |
Australia | 43396 |
China | 43424 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Vedanta એ નફા પર 30 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી, કંપની કોર્પોરેટ માળખામાં ફેરફાર નહીં કરે
આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉછાળો, Sensex માં 512 અને Nifty માં 151 અંકનો વધારો