Gold : 1 વર્ષની નીચી સપાટીએ પહોચેલું સોનું ફરી મોંઘુ થઈ શકે છે!

સોનાના ભાવ (Gold Rate) હાલ ચર્ચામાં છે. યુએસ બોન્ડ યિલ્ડ (US Bond Yield) માં આવેલા વધારા અને ડોલર ઈન્ડેક્સ (Dollar Index) માં ઉછાળાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે.

Gold : 1 વર્ષની નીચી સપાટીએ પહોચેલું સોનું ફરી મોંઘુ થઈ શકે છે!
Symbolic Image
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 15, 2021 | 7:45 AM

સોનાના ભાવ (Gold Rate) હાલ ચર્ચામાં છે. યુએસ બોન્ડ યિલ્ડ (US Bond Yield) માં આવેલા વધારા અને ડોલર ઈન્ડેક્સ (Dollar Index) માં ઉછાળાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. ડોલર ઈન્ડેક્સ ગત અઠવાડિયે 91.66 ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે 10 વર્ષીય યુએસ બોન્ડ યિલ્ડ 1.62 પર બંધ રહ્યો હતો. સ્થાનિક બજારમાં સોનું 44 હજારના સ્તરે પહોંચ્યું છે. સોનું એક વર્ષના તળિયે બંધ રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે સોનું 44785 ના સ્તર પર બંધ થયું હતું, પરંતુ વેપાર દરમિયાન તે 44271 ના સ્તરને સ્પર્શ્યું હતું. એક વર્ષનું લઘુતમ સ્તર 44150 રૂપિયા છે.

હાલ સોનું ઓગસ્ટની 56200 ની ઓલ ટાઈમ હાઈ કિંમતથી આશરે રૂ. 12000 નીચે છે અને આ વર્ષે અત્યાર સુધીમાં આશરે રૂ.6000 સસ્તું થયું છે. MCX પર, એપ્રિલ ડિલિવરી માટેનું સોનું આ અઠવાડિયામાં રૂ. 94 ઘટીને રૂ. 44785 પર બંધ થયું હતું. જૂન ડિલિવરી માટે સોનું રૂ. 45124 અને ઓગસ્ટ ડિલિવરી 44985 પર બંધ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું આ અઠવાડિયે 1725 ડોલરની સપાટીએ બંધ છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર હવે ભાવમાં ઘટાડો થવાને કારણે માંગ વધી રહી છે. વધતીથી માંગને કારણે ભાવમાં વધારો થવાની સંભાવના છે.

ડીલરો ગ્રાહકો પાસેથી પ્રીમિયમ લે છે લગ્ન અને તહેવારોની મોસમ પણ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં, નાના શહેરોમાં માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. PN Gadgil and Sons ના સીઓઓ અમિત મોડક દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ડીલર્સ હાલમાં ગ્રાહકો પાસેથી પ્રીમિયમ લે છે. ડીલર્સ હાલમાં ઘરેલુ ભાવો પર ઔંસ દીઠ 6 ડોલરનું પ્રીમિયમ, 12.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી અને 3 ટકા સેલ્સ ટેક્સ વસૂલતા હોય છે. અગાઉ પ્રીમિયમ ચાર્જ 5 ટકા હતો. 1 ઔંસમાં 28.34 ગ્રામ હોય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ચાંદીના ભાવ 12000 સુધી તૂટયા ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ દબાણ છે. MCX પર મે ડિલિવરીમાં ચાંદી સપ્તાહના અંતિમ દિવસે રૂ. 650 ઘટી રૂ. 66895 પર બંધ રહી હતો. જુલાઈ ડિલિવરી માટે ચાંદી 67,880 રૂપિયા પર બંધ થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 26.01 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ છે. ઓગસ્ટ 2020 માં ચાંદી 78 હજારની સપાટીએ પહોંચી ગઈ હતી. આ જોતા લગભગ 12 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">