GOLD: 1947માં 88 રૂપિયે વેચાયેલા સોનાનો ભાવ આજે 50 હજારને પાર, જાણો સોનાના ભાવનો ઈતિહાસ

વૈભવના કારણે ભારતને 'સોને કી ચીડિયા' તરીકે ઓળખવામાં આવતું હતું. સોનાનો ચળકાટ લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું થવા દેતો નથી. ખાસ કરીને સ્ત્રીઓ સોનાના ઝવેરાત પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે.

GOLD: 1947માં 88 રૂપિયે વેચાયેલા સોનાનો ભાવ આજે 50 હજારને પાર, જાણો સોનાના ભાવનો ઈતિહાસ
પ્રતીકાત્મક તસ્વીર

વૈભવના કારણે ભારતને ‘સોને કી ચીડિયા’ તરીકે ઓળખવામાં આવતું હતું. સોનાનો ચળકાટ લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું થવા દેતો નથી. ખાસ કરીને સ્ત્રીઓ સોનાના ઝવેરાત પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. સોનાને વિશ્વનું સૌથી સલામત રોકાણ માનવામાં આવે છે. વિશ્વના બજારોમાં જ્યારે પણ અશાંતિ આવે છે, ત્યારે લોકોનો સોનાની ખરીદી માટે ધસારો વધે છે. આજે સોનુ પ્રતિ તોલા 50 હજારને પાર છે પણ શું તમે જાણો છો કે જ્યારે 1947માં દેશ આઝાદ થયો, ત્યારે સોનાની કિંમત શું હતી. આ બાબત આપણે આશ્ચર્યમાં મૂકી દેશે. છેલ્લા 71 વર્ષમાં સોનામાં હજારો રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 1947માં દેશ આઝાદ થયો, ત્યારે 10 ગ્રામ સોનાની કિંમત 88.62 રૂપિયા હતી.

gold-sold-at-rs-88-in-1947-today-exceeds-rs-50000-find-out-the-history-of-gold-prices

 

1948માં સોનાના ભાવ વધીને 95.87 રૂપિયા થઈ ગયા હતા. આ પછી 1953માં ફરીથી સોનાના ભાવમાં ઘટાડો થયો. 1953માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 73.06 રૂપિયા પર પહોંચ્યો હતો. 1959માં પ્રથમ વખત સોનાની કિંમત 100 રૂપિયા નોંધાઈ હતી. 1959માં સોનાની કિંમત 102.56 રૂપિયા, 1964માં સોનાના દરમાં મોટો ઘટાડો થયો. આ વર્ષે સોનાનો ભાવ ગગડીને 63.25 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પછી સોનાનો ભાવ સ્તર ફરી ક્યારેય 1947ના સ્તર પર ગયો નહીં અને સતત વધારો થયો છે.

 

સોનાને ફરીથી 100 રૂપિયાના સ્તરને સ્પર્શ કરવામાં 3 વર્ષ લાગ્યાં હતા. 1967 સોનાનો ભાવ 102.5 રૂપિયા પર પહોંચી ગયો હતો. 1972માં પ્રથમ વખત સોનાના ભાવ 200ની સપાટીને વટાવી ગયા. માત્ર 2 વર્ષ પછી 1974માં 500 રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું. 1980માં સોનું 1000ની સપાટીને વટાવી ગયું. 1980માં સોનાની કિંમત 1,330 રૂપિયા હતી. 1985માં સોનું 2000 રૂપિયાના સ્તરને સ્પર્શ્યું હતું. આ પછી 1996માં સોનું 5,160 રૂપિયા પર પહોંચ્યું હતું. 2007માં સોનું રૂ.10,800ની સપાટીએ પહોંચ્યું હતું. ત્યારે 2010માં સોનાએ ઉછાળા સાથે 20,000નું સ્તર બતાવ્યું હતું. 2011માં સોનાનો ભાવ 26,400 પર પહોંચી ગયો. 2019માં 35,220ના ભાવે વેચાયેલ સોનાના દામ આજે 50 હજારને પાર છે.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati