AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોનાની શું છે સ્થિતિ? જાણો રોકાણ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય

મજબૂત ડોલર વચ્ચે સાથે સતત ચોથા દિવસે કિંમતી ધાતુનો વેપાર અત્યંત મર્યાદિત રેન્જમાં થયો હતો. MCX પર ઓક્ટોબર વાયદો સોનું 58 રૂપિયા વધીને 47,216 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું.

Gold Price Today :  સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોનાની શું છે સ્થિતિ? જાણો રોકાણ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:45 AM
Share

Gold Price Today: આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદા સોનામાં 10 ગ્રામ દીઠ 01.2 ટકા વૃદ્ધિ સાથે વેપાર થયો છે. બીજી તરફ સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીનો વાયદો કિલો દીઠ 0.40 ટકા વધ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનું સપાટ બંધ થયું હતું જ્યારે ચાંદી 0.7 ટકા ઘટી હતી.

ઉલ્લેખનીય છે કે સોનાની કિંમતો 4 મહિનાની નીચી સપાટીએ 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી ગયા પછી સુધરી છે પરંતુ કિંમતી ધાતુ હજુ પણ ગયા વર્ષના રેકોર્ડ ભાવ રૂ 56,200 પ્રતિ 10 ગ્રામથી રૂ 9,000 સસ્તી છે.

સોના – ચાંદીના ભાવ મજબૂત ડોલર વચ્ચે સાથે સતત ચોથા દિવસે કિંમતી ધાતુનો વેપાર અત્યંત મર્યાદિત રેન્જમાં થયો હતો. MCX પર ઓક્ટોબર વાયદો સોનું 58 રૂપિયા વધીને 47,216 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. દરમિયાન, સપ્ટેમ્બરમાં ડિલિવરી માટે ચાંદી રૂ. 230 વધીને રૂ 61,951 પ્રતિ કિલો થઈ હતી.

વૈશ્વિક બજારોમાં સોનામાં નજીવો ઘટાડો થયો હતો કારણ કે મજબૂત ડોલરે અન્ય કરન્સી ધારકો માટે કિંમતી ધાતુના આકર્ષણને અસર કરી હતી. સ્પોટ ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1, 1,779.12 પ્રતિ ઔંસ જ્યારે ડોલર ઇન્ડેક્સ 93.33 ની સાડા નવ મહિનાની ઉપલી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. જો કે ડેલ્ટા કોરોનાવાયરસના ફેલાવાને કારણે આર્થિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં નુકસાન મર્યાદિત હતું. ચાંદી 0.2 ટકા વધીને 23.05 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.

શું છે નિષ્ણાંતોનું અનુમાન? યુબીએસ ગ્રુપ દ્વારા સોનાના રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોરોના પછી આર્થિક સુધારાની ગતિ વધી રહી છે. યુએસ જોબ માર્કેટ ડેટા અપેક્ષા કરતા વધુ સારા છે. આ કિસ્સામાં ફેડરલ રિઝર્વ સમય પહેલા વ્યાજ વધારવાનું નક્કી કરી શકે છે. યુબીએસ ગ્રુપના કોમોડિટી માર્કેટ નિષ્ણાતો કહે છે કે જો તમે વ્યૂહાત્મક સ્થિતિમાં હોવ તો આ રોકાણ પરત ખેંચો. જો તમે વ્યૂહાત્મક રીતે રોકાણ કર્યું હોય તો તેમાં હેજિંગ કરો. યુબીએસ ગ્રુપના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલર અને ચાંદી 22 ડોલર સુધી ઘટી શકે છે. તેનાથી વિપરીત ગોલ્ડમેન સૈક્શ કહે છે કે સોનું ફરી 2000 ડોલરના સ્તર પર પહોંચશે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      47250.00   +92.00 (0.20%) –  11:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48811 RAJKOT 999                   48825 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48660 MUMBAI                  47190 DELHI                      50480 KOLKATA                49180 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48270 HYDRABAD          48270 PUNE                      48680 JAYPUR                 48680 PATNA                    48680 NAGPUR                47190 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43689 AMERICA          42613 AUSTRALIA     42604 CHINA               42624 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">