Gold Price Today : Dubai માં આજે 1 તોલા સોનાનો ભાવ 43,927 રૂપિયા, જાણો તમારા શહેરમાં શું છે સોનાની કિંમત

આજે બુધવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 0.38 ટકા વધીને 47,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહી છે. રાહતની વાત એ છે કે આ ભાવ ગયા મંગળવારના રૂ. 49,340ના ભાવ કરતાં લગભગ રૂ. 2,000 ઓછો છે.

Gold Price Today : Dubai માં આજે 1 તોલા સોનાનો ભાવ 43,927 રૂપિયા, જાણો તમારા શહેરમાં શું છે સોનાની કિંમત
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:40 AM

Gold Price Today : જો તમે લગ્નની આ સિઝનમાં સોનું અને ચાંદી ખરીદવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે સોના-ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

આજે બુધવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 0.38 ટકા વધીને 47,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહી છે. રાહતની વાત એ છે કે આ ભાવ ગયા મંગળવારના રૂ. 49,340ના ભાવ કરતાં લગભગ રૂ. 2,000 ઓછો છે. તે જ સમયે આજે ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ 0.43 ટકા વધીને રૂ. 62,777 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  47602.00  +168.00 (0.35%) –  11:20 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49233 RAJKOT 999                   49254 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49090 MUMBAI                  47980 DELHI                      51490 KOLKATA                50690 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE          48760 HYDRABAD         48760 PUNE                      49580 JAYPUR                 49490 PATNA                   49580 NAGPUR               47980 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               43927 AMERICA         43062 AUSTRALIA     42990 CHINA              43045 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા ગોલ્ડ રેટ જાણો તમને જણાવી દઈએ કે આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.

આ પણ વાંચો : Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ

આ પણ વાંચો : 7th Pay Commission : કેન્દ્ર સરકાર વધારી શકે છે નિવૃત્તિ વય અને પેન્શન, સરકાર રહી છે વિચારણા

g clip-path="url(#clip0_868_265)">