Gold Price Today : માંગમાં વધારાએ ફરી સોનું મોંઘુ કર્યું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

યુએસ ફેડ રિઝર્વે તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી રોકાણકારોમાં શેરબજારને લઈને આશંકા વધી રહી છે. રોકાણકારોએ શેરબજારમાંથી નાણાં ઉપાડવાનું શરૂ કર્યું અને સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન ગણીને રોકાણ કરવાનું શરૂ કર્યું છે.

Gold Price Today : માંગમાં વધારાએ ફરી સોનું મોંઘુ કર્યું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 1:18 PM

Gold Price Today :વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે આજે સવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ ફરી એકવાર વધીને 51 હજારની નજીક પહોંચી ગયો છે.મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત  વધીને 50,802 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સવારે એક્સચેન્જમાં સોનામાં કારોબાર  રૂ. 50,471 પર ખુલ્યો હતો અને થોડા સમય પછી ખરીદીમાં વધારો થવાને કારણે ભાવ 0.30 ટકા વધીને 50,700 પર પહોંચી ગયો હતો. અગાઉ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સત્રોથી ભાવ સતત વધી રહ્યા છે.

ચાંદીના ભાવમાં વધારો

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવવા લાગ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં 60 હજારની નીચે પહોંચેલ ચાંદીનો ભાવ ફરી 62 હજારની નજીક પહોંચી ગયો હતો. એમસીએક્સ પર આજે સવારે ચાંદીની વાયદાની કિંમત રૂ. 326 વધીને રૂ. 61,890 પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ 61,500 પર ટ્રેડિંગ શરૂ થયું હતું, પરંતુ ટૂંક સમયમાં જ માંગ વધવાને કારણે તેમાં 0.53 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં ઝડપી વૃદ્ધિ

વૈશ્વિક બજારમાં પણ આજે સવારે તેજીનો દોર જોવા મળી રહ્યો છે. યુએસ બુલિયન માર્કેટમાં સોનાનો હાજર ભાવ 0.13 ટકા વધીને 1,844 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. એ જ રીતે, ચાંદીના વાયદાના ભાવ પણ 0.48 ટકા વધીને $22.01 ટકા થયા છે. અગાઉના સત્રમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

કેમ  સોનાના ભાવમાં વધારો થયો ?

યુએસ ફેડ રિઝર્વે તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી રોકાણકારોમાં શેરબજારને લઈને આશંકા વધી રહી છે. રોકાણકારોએ શેરબજારમાંથી નાણાં ઉપાડવાનું શરૂ કર્યું અને સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન ગણીને રોકાણ કરવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમત વધવા લાગી છે. આ અઠવાડિયે સોનું  1,800 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં સોનામાં  44 ડોલરનો વધારો થયો છે. તેની અસર ભારતના છૂટક બજારમાં પણ દેખાવા લાગી છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50731.00    +187.00 (0.37%) –  12:57 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52450
Rajkot 52470
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52210
Mumbai 50950
Delhi 50950
Kolkata 50950
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46986
USA 45848
Australia 45930
China 45898
(Source : goldpriceindia)

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">