Gold Price Today :  લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો, જાણો આજના તમારા શહેરના સોનાના ભાવ

|

Nov 29, 2021 | 10:32 AM

વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 48000રૂપિયા પ્રતિ 10 ગ્રામ કરતા નીચે છે

Gold Price Today :  લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો, જાણો આજના તમારા શહેરના સોનાના ભાવ
Gold Price Today

Follow us on

Gold Price Today : દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત વધારો થવા છતાં પણ સોનું રેકોર્ડ ઊંચાઈ કરતાં ઘણું સસ્તું મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે પણ ખરીદવા માંગતા હોવ તો જલ્દી કરો. આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાના ભાવમાં 0.34 ટકાનો વધારો નોંધાયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં 0.96 ટકાનો વધારો થયો છે.

રેકોર્ડ હાઈ કરતાં 8077 રૂપિયા સસ્તું
વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 48000રૂપિયા પ્રતિ 10 ગ્રામ કરતા નીચે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8000 રૂપિયા કરતા સસ્તું મળી રહ્યું છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક નજર આજના 24 કેરેટ સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    47633.00  +48.00 (0.10%) –  10:20 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49513
RAJKOT 999                   49534
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 43505
MUMBAI                  48310
DELHI                      51490
KOLKATA                49680
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE          49040
HYDRABAD         49040
PUNE                      49380
JAYPUR                 48980
PATNA                   49380
NAGPUR               48310
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               43920
AMERICA         43256
AUSTRALIA     43263
CHINA              43249
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

 

આ પણ વાંચો : High Return Stocks : કોરોનાના નવા વેરિએન્ટના ભય વચ્ચે પણ આ સ્ટોક તમને આપી શકે છે મજબૂત રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

 

આ પણ વાંચો :  Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?

Next Article