Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ

|

Aug 27, 2021 | 12:43 PM

નિષ્ણાતોના મતે બહુ જલ્દી સોનું રૂ 50,000 સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે. તે જ સમયે જો કોઈ રોકાણકારે પહેલેથી જ સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હોય તો હવે તેને હોલ્ડ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સમાચાર સાંભળો
Gold Price Today : ટૂંક સમયમાં સોનું 50,000 ના સ્તરે પહોંચવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image

Follow us on

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડા બાદ આજે શુક્રવારે સોનાના દર(Gold Price Today)માં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. MCX પર આજે સોનામાં 0.55 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી બાજુ ચાંદી 0.24 ટકા વધી છે.

ઘરે બેઠા સોના -ચાંદીના ભાવ જાણી શકો છો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આજે શું છે કિંમતી ધાતુની સ્થિતિ
સોનું આજે સવારે  0.38 ટકા વધીને 47,415 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું હતું . બીજી બાજુ ચાંદી 0.24 ટકાના વધારા સાથે 62,874 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોનું રૂ 50,000 ના સ્તર સુધી જઈ શકે છે
નિષ્ણાતોના મતે બહુ જલ્દી સોનું રૂ 50,000 સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે. તે જ સમયે જો કોઈ રોકાણકારે પહેલેથી જ સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હોય તો હવે તેને હોલ્ડ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોલ્ડ ETF માંથી આઉટફ્લો ચાલુ છે. વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ સોમવારે આશરે 0.5 ટકા ઘટીને લગભગ 1006 ટન થયું છે. ગયા સપ્તાહના અંતે તે લગભગ 1,011 ટન હતું.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી જ નહિ પરંતુ તમે સોના સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    47499.00 +262.00 (0.55%)–  12:30 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49088
RAJKOT 999                   49104
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48920
MUMBAI                  47210
DELHI                      50550
KOLKATA                49290
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48440
HYDRABAD          48440
PUNE                      48700
JAYPUR                 48630
PATNA                    48700
NAGPUR                47210
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43905
AMERICA          42727
AUSTRALIA     42754
CHINA               42718
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :   જાણો સ્માર્ટ ફોનમાં કેમ લાગે છે આગ અને થાય છે વિસ્ફોટ ! આ છે કારણ અને દુર્ઘટના અટકાવવાના ઉપાય

આ પણ વાંચો : Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

Next Article