Gold Price Today : સોનામાં રોકાણ માટે આવી રહ્યો છે ઉત્તમ સમય, આજે પણ સસ્તું થયું સોનું , જાણો લેટેસ્ટ રેટ
નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 6 મહિનાના નીચા સ્તરની નજીક છે.
Gold Price Today: નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. મજબૂત અમેરિકી ડોલર વચ્ચે આ મહિને MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદો સોનું 0.13 ટકા ઘટ્યું હતું. ડિસેમ્બર વાયદા માટે ચાંદીના ભાવ 1 ટકા ઘટ્યા છે. આ અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં 0.16 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે ચાંદીની કિંમત 1.76 ટકા તૂટી હતી.
વૈશ્વિક બજારોમાં યુએસ ડોલરની મજબૂતીના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જે સલામત આશ્રયસ્થાનની માંગ ઘટાડે છે. આ સપ્તાહના અંતમાં યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રોકાણકારો સાવચેત છે. સ્પોટ ગોલ્ડ 0.1% ઘટીને 1,752.66 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.
સોનાની આજની કિંમત મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર વાયદાના સોનાનો ભાવ 58 રૂપિયા અથવા 0.13 ટકા ઘટીને 45,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું 0.1 ટકા ઘટીને 1752.66 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.
કેવો છે આજે ચાંદીનો ચળકાટ એમસીએક્સ પર ડિસેમ્બર વાયદા માટે ચાંદી રૂ 565 અથવા 1 ટકા ઘટીને રૂ 59,427 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 0.3 ટકા ઘટીને 22.33 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 6 મહિનાના નીચા સ્તરની નજીક છે. ફેડરલ રિઝર્વના રાહત પેકેજમાં ઘટાડા અંગે પરિસ્થિતિ સ્પષ્ટ નથી અને મજબૂત ડોલરની અસર સોના પર પડી રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાએ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની વિક્રમી સપાટી નોંધાવી હતી.
કોટક સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે યુએસ ડોલર અને ઇક્વિટી માર્કેટના ટ્રેન્ડના આધારે સોનું અસ્થિર રહી શકે છે. રોકાણકારો ફેડની નાણાકીય નીતિ અને ચીનની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1750 ડોલર પ્રતિ ઔંસના સ્તરની નજીક સ્થિર રહેશે.
સોનું 1100 રૂપિયા થી વધુ તૂટ્યું તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકાનું સોનું રૂ 1,130 ઘટ્યું હતું. સોનાની જેમ ચાંદીમાં પણ ઘટાડો થયો હતો અને તે 708 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 60,183 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી હતી.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 46000.00 -76.00 (-0.16%) – 11:39 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 47556 RAJKOT 999 47577 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 47510 MUMBAI 46390 DELHI 49690 KOLKATA 48350 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 47230 HYDRABAD 47230 PUNE 47720 JAYPUR 47600 PATNA 47720 NAGPUR 46390 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 42053 AMERICA 41576 AUSTRALIA 41580 CHINA 41529 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ પણ વાંચો : Stock Update : સપ્તાહના પહેલા કારોબારી દિવસે ક્યાં શેર વધ્યા અને ક્યાં તૂટ્યા ? કરો એક નજર
આ પણ વાંચો : PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર