GOLD : ઈમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા પછી સોનું કેટલું સસ્તુ થશે? જો તમે ખરીદવા વિચારી રહયા છો તો જાણો આ માહિતી
નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ(Budget 2021) રજૂ કર્યા પછી તમામની નજર સોના(GOLD) અને ચાંદીના(SILVER) ભાવ પર છે. નાણામંત્રી નિર્મળા સીતારામને બંને કિંમતી ધાતુ પરની આયાત ડ્યુટી(IMPORT DUTY) ઘટાડવાની જાહેરાત કરી છે.
નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ(Budget 2021) રજૂ કર્યા પછી તમામની નજર સોના(GOLD) અને ચાંદીના(SILVER) ભાવ પર છે. નાણામંત્રી નિર્મળા સીતારામને બંને કિંમતી ધાતુ પરની આયાત ડ્યુટી(IMPORT DUTY) ઘટાડવાની જાહેરાત કરી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. બુલિયન માર્કેટના નિષ્ણાતો કહે છે કે નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળશે. આવી સ્થિતિમાં, જો તમે પણ સોના-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે તેને લગતી આ બાબતો જાણવી જરૂરી છે.
>> સોમવારે સરકારે બજેટમાં સોના-ચાંદી પરની આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. આ પછી મલ્ટી કોમોડિટી એક્સચેંજ(MCX)માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.2000 તૂટ્યો હતો.
>> સરકારે બંને કિંમતી ધાતુ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરી દીધી છે. જોકે આયાત પર પણ 2.5 ટકાનો સેસ લગાવાયો છે.
>> નિષ્ણાતો માને છે કે આ પછી જ્યાં અગાઉ સોનાની આયાત પર 12.5% ટેક્સ લાગતો હતો ત્યાં માત્ર 10.75% ચૂકવવાના રહેશે.
>> ભારતમાં મોટા પ્રમાણમાં સોનાની આયાત થાય છે. સોના પર 3 ટકા જીએસટી પણ ચૂકવવાપાત્ર છે.
>> મંગળવારે MCXના વાયદાના ભાવ 0.8 ટકા ઘટીને 10 ગ્રામ દીઠ રૂ 48,340 નોંધાયા હતા.
>> વૈશ્વિક બજારોમાં નબળાઇ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં સોનું 0.2 ટકા ઘટીને 1,855.76 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું છે.
>> નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1800 ડોલરની આસપાસ રહેશે. જો કે, જો તે 1885 ની સપાટીને વટાવે તો તેમાં તેજી જોવા મળી શકે છે.
>> વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો અને ઇક્વિટીમાં ઝડપી વૃદ્ધિથી સોનામાં નફો થવાની સંભાવના ઓછી થશે. સ્થાનિક રીતે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી છૂટક માંગમાં વધારો થશે.