BIG NEWS! સોના સાથે જોડાયેલા નિયમોમાં થઈ શકે છે મોટો બદલાવ, જાણો શું છે સરકારની તૈયારી

Gold Hallmarking Rules: સરકાર જૂની જ્વેલરીના હોલમાર્કિંગ માટે ફરી એક વખત જ્વેલર્સને રાહત આપી શકે છે. સરકાર ફરજિયાત હોલ માર્કિંગ માટેની સમયમર્યાદા 3 મહિના સુધી વધારી શકે છે.

BIG NEWS! સોના સાથે જોડાયેલા નિયમોમાં થઈ શકે છે મોટો બદલાવ, જાણો શું છે સરકારની તૈયારી
ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગ પર રાહત આપી શકાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:16 PM

ગોલ્ડ હોલમાર્કિંગ (Gold Hallmarking)ને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકાર જૂના જ્વેલરીના હોલમાર્કિંગ માટે જ્વેલર્સને વધુ એક રાહત આપી શકે છે. સરકાર ફરજિયાત હોલ માર્કિંગ માટેની સમયમર્યાદા 3 મહિના સુધી વધારી શકે છે. તેની તારીખ 31 નવેમ્બર સુધી વધારી શકાય છે.

તમને જણાવી દઈએ કે જો તમારા સોનાના દાગીનાને હોલમાર્ક કરવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. ઘણા જ્વેલર્સ તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હોલમાર્ક લાગુ કરે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક ઓરિજિનલ છે કે નહીં તે જોવું જરૂરી છે. ઓરિજિનલ હોલમાર્ક બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું ત્રિકોણીય ચિહ્ન ધરાવે છે. હોલમાર્કિંગ સેન્ટરના લોગો સાથે તેની ઉપર સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે. તેમાં જ્વેલરી ઉત્પાદનનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શું છે સરકારની તૈયારી? 

જો સૂત્રોનું માનીએ તો સરકાર ફરજિયાત હોલમાર્કિંગની સમયમર્યાદા 3 મહિના માટે વધારી શકે છે. જ્વેલર્સને 31 નવેમ્બર સુધીનો સમય મળી શકે છે. જૂની જ્વેલરીને હોલમાર્ક કરવાની અંતિમ તારીખ વધી શકે છે. શનિવારે ગ્રાહક મંત્રાલય અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) જ્વેલર્સ સાથે બેઠક યોજી હતી. હવે એવું માનવામાં આવે છે કે સરકાર છૂટ આપી શકે છે.

શું છે જ્વેલર્સનું ટેન્શન 

  • હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (એચયુઆઇડી) એચયુઆઈડીની વર્તમાન સિસ્ટમ હેઠળ પ્રોડક્ટને હોલમાર્ક કરવા માટે 5થી 10 દિવસ લાગે છે.
  • દેશભરમાં હાલમાં ઉપલબ્ધ હોલમાર્કિંગ કેન્દ્રોની વર્તમાન ક્ષમતા દરરોજ 2 લાખ ઉત્પાદનોની છે. આ ગતિએ 2021માં બનેલા ઘરેણાના હોલમાર્કિંગને જ 3-4 વર્ષ લાગશે.
  • હાલમાં દેશમાં દર વર્ષે 10-12 કરોડ સોનાના દાગીના બને છે. 6-7 કરોડ પ્રોડક્ટ્સ પહેલાથી જ સ્ટોકમાં છે, જેના પર હોલમાર્કિંગ કરવાનું છે.
  • આવી પરીસ્થિતિમાં એક વર્ષની અંદર 16-18 કરોડ પ્રોડક્ટ્સને હોલમાર્કિંગની જરૂર પડશે. સરકાર પાસે એટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને ન તો તેમની પાસે પ્રશિક્ષિત સ્ટાફ છે.

હવે સરકારની તૈયારી શું છે?

હોલમાર્કિંગ સેન્ટરમાં હવે દરેક પીસ પર હોલમાર્ક કરવામાં આવશે. HUID અંગે કાનૂની સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી જ્વેલર્સની સમસ્યાઓનું નિરાકરણ કરશે. હોલમાર્કિંગ સેન્ટર ખોલવા માટે સ્થાનિક એશોસિએશનને પણ મંજૂરી મળશે. આ સાથે સરકાર તેમને સબસિડી પણ આપશે.

આ નિયમ શા માટે જરૂરી છે?

હોલમાર્કિંગ ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે હોલમાર્ક કરેલ જ્વેલરી ખરીદો છો તો જ્યારે તમે તેને વેચવા જાઓ છો, ત્યારે તેમાં કોઈ ઘસારો ખર્ચ કાપવામાં આવશે નહીં.આનો અર્થ એ કે તમને તમારા સોનાની સંપૂર્ણ કિંમત મળશે. આ સિવાય તમે જે સોનાની ખરીદી કરો છો તેની ગુણવત્તાની ખાતરી આપવામાં આવશે. તેનાથી દેશમાં ભેળસેળયુક્ત સોનાનું વેચાણ બંધ થશે. તેમજ ગ્રાહકોને છેતરાઈ જવાનો ડર  રહેશે નહીં.

આ પણ વાંચો : SBI એ ગ્રાહકોને આપી ચેતવણી : જો રાખશો લાપરવાહી તો જીવનભરની કમાણી આંખના પલકારામાં થઈ જશે ડૂલ , જાણો શું છે મામલો

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">