AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold : ધનતેરસે લોકો અધધ… સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર

જ્વેલરીની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો વધ્યો હતો, જે ઑફલાઇન શોપિંગ તરફ ગ્રાહકો વળ્યાં હોવાનો સંકેત આપે છે. એક વર્ષ પહેલાની સરખામણીએ સ્ટોર પર જનારા અને ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે.

Gold : ધનતેરસે લોકો અધધ... સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર
dhan teras gold shopping
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 8:40 AM
Share

બજારોમાં દિવાળી પહેલા ધનતેરસની સકારાત્મક શરૂઆત થઈ હતી અને સોનાના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ કોવિડ પહેલાના સ્તરે પહોંચ્યું હતું,રોગચાળાની ઘટતી ચિંતા અને માંગમાં ઉછાળા સાથે ગ્રાહકોની ભીડ સોનું ખરીદવા માટે બજારમાં દેખાઈ હતી. ધનતેરસ પર દેશભરમાં સોનાનું આશરે રૂ 75,000 કરોડનું વેચાણ થયું હતું જે મુજબ લગભગ 15 ટન સોનાના દાગીના વેચાયા હોવાનું મનાય છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કહ્યું કે જ્વેલરી ઉદ્યોગ રોગચાળાની મંદીમાંથી બહાર આવ્યો છે. CAITએ જણાવ્યું હતું કે આમાં દિલ્હીમાં આશરે રૂ. 1,000 કરોડ, મહારાષ્ટ્રમાં આશરે રૂ. 1,500 કરોડ, ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 600 કરોડના અંદાજિત વેચાણનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં વેચાણ આશરે રૂ. 2,000 કરોડ હોવાનો અંદાજ છે.

ઓછા વજનના સોનાના ઘરેણાના વેચાણમાં વધારો ધનતેરસના દિવસે ખરીદીમાં તેજી આવી હતી, ખાસ કરીને હલકા વજનના સોનાના ઉત્પાદનોમાં સોનાના ભાવ ઓગસ્ટના રૂ 57,000 પ્રતિ 10 ગ્રામના વિક્રમી સ્તર કરતા પ્રમાણમાં નરમ હતા, જેમાં સ્ટોરમાં અને ઓનલાઈન વેચાણમાં વધારો થયો હતો.

હિંદુ માન્યતા અનુસાર ધનતેરસને કિંમતી ધાતુઓથી લઈને વાસણોની ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે જ્વેલરીની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો વધ્યો હતો, જે ઑફલાઇન શોપિંગ તરફ ગ્રાહકો વળ્યાં હોવાનો સંકેત આપે છે. એક વર્ષ પહેલાની સરખામણીએ સ્ટોર પર જનારા અને ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના પ્રાદેશિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ભારત) સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે, “ઘટેલી માંગ, ભાવમાં નરમાશ અને સારા ચોમાસાની સાથે સાથે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટથી માંગને વેગ મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ત્રિમાસિક સમયગાળો તાજેતરના વર્ષોમાં શ્રેષ્ઠ સમય રહેશે.

દિલ્હી સ્થિત કંપની પીસી જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગે જણાવ્યું હતું કે આ ધનતેરસ દરમિયાન માંગ ગયા વર્ષની સરખામણીએ ઘણી સારી છે. તેણે કહ્યું, અત્યાર સુધી અમારા શોરૂમમાં લોકોની ભીડ સારી હતી. ગ્રાહકો હલકા વજનની જ્વેલરી ખરીદી રહ્યા છે.

જાણીતી કંપની નેમીચંદ બમલવા એન્ડ સન્સના કો ફાઉન્ડર બચરાજ બમલવાએ પણ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગ્રાહકોએ રોગચાળાને કારણે ખરીદી કરી ન હતી અને હવે પરિસ્થિતિ સામાન્ય થઈ જતાં લોકો બહાર નીકળી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે.

આ પણ વાંચો :  શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના Interesting Facts

આ પણ વાંચો : તમે સાંભળ્યું હશે યોગ કરો નિરોગી રહો પણ હવે યોગ કરનારને આર્થિક લાભ મળશે, જાણો કઈ રીતે?

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">