ગ્લોબલ હંગર ઇન્ડેકસનની યાદીમાં ભારતનો ૯૪મો ક્રમ, પાડોશી ગરીબ દેશો કરતા પણ નબળી સ્થિતિ
તાજેતરમાં ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020 જાહેર કરાયો છે. આ યાદીમાં ભારતને ચિંતાજનક સ્થિતિમાં મુકવામાં આવ્યું છે. 107 દેશોની આ યાદીમાં ભારત 94 માં ક્રમે છે. ભારત આ યાદીમાં પાડોશી દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભૂખની સ્થિતિનો સામનો કરી રહેલા દેશોમાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020માં […]


તાજેતરમાં ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020 જાહેર કરાયો છે. આ યાદીમાં ભારતને ચિંતાજનક સ્થિતિમાં મુકવામાં આવ્યું છે. 107 દેશોની આ યાદીમાં ભારત 94 માં ક્રમે છે. ભારત આ યાદીમાં પાડોશી દેશોથી પાછળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભૂખની સ્થિતિનો સામનો કરી રહેલા દેશોમાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020માં ભારત 107 દેશોમાં 94 મા ક્રમે છે. અહેવાલમાં જણાવાયું છેકે GHI મુજબ 27.2 નો સ્કોર સૂચવે છે કે ભારતમાં ભૂખનું સ્તર છે જે “ગંભીર” છે. અધ્યયન મુજબ ભારતની 14% વસ્તી કુપોષિત છે. અગાઉના ઇન્ડેક્સમાં 117 દેશોમાં ભારતનો ક્રમ 102 હતો. ભારતની રેન્કિંગમાં સુધારો થયો છે.
રિપોર્ટ અનુસાર ભારતની લગભગ 14 ટકા વસ્તી કુપોષિત છે. બાળકોની લંબાઈ તેમની ઉંમરના પ્રમાણમાં ટૂંકી જણાઈ છે. યાદીમાં ઘણા પાડોશી દેશોથી ભારત પાછળ છે. આ દેશોમાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

ભારતના પાડોશી દેશ અને તેમનું રેટિંગ દેશ ક્રમ
ચીન ૨૫
પાકિસ્તાન ૮૮ નેપાળ ૭૩ બાંગ્લાદેશ ૭૫ ઇન્ડોનેશિયા ૭૦ શ્રીલંકા ૬૪ મ્યાનમાર ૭૮
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
