જીડીપીમાં થયેલો ઘટાડો રિકવર કરતા વર્ષો લાગી શકે છે, RBIએ MPCની બેઠકમાં વ્યક્ત થયેલી ચિંતા જાહેર કરી

રિઝર્વ બેંકએ MPCની બેઠકની વિગતો જાહેર કરી હતી. 7 થી 9 ઓક્ટોબર દરમ્યાન મળેલી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક બાબતે RBIના નાયબ ગવર્નર અને MPCના સભ્ય માઈકલ પાત્રાએ કહ્યું હતું કે કોરોનાવાઈરસ રોગચાળાને કારણે જીડીપીમાં થયેલો ઘટાડો રિકવર કરતા વર્ષો લાગી શકે છે. પ્રિ-કોવીડ સ્તરની સરખામણીએ GDPમાં આશરે 6 ટકાના ઘટાડાની આગાહી કરતા તેમણે કહ્યું હતું […]

જીડીપીમાં થયેલો ઘટાડો રિકવર કરતા વર્ષો લાગી શકે છે, RBIએ  MPCની બેઠકમાં વ્યક્ત થયેલી ચિંતા જાહેર કરી
Ankit Modi

| Edited By: Kunjan Shukal

Oct 24, 2020 | 5:18 PM

રિઝર્વ બેંકએ MPCની બેઠકની વિગતો જાહેર કરી હતી. 7 થી 9 ઓક્ટોબર દરમ્યાન મળેલી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક બાબતે RBIના નાયબ ગવર્નર અને MPCના સભ્ય માઈકલ પાત્રાએ કહ્યું હતું કે કોરોનાવાઈરસ રોગચાળાને કારણે જીડીપીમાં થયેલો ઘટાડો રિકવર કરતા વર્ષો લાગી શકે છે. પ્રિ-કોવીડ સ્તરની સરખામણીએ GDPમાં આશરે 6 ટકાના ઘટાડાની આગાહી કરતા તેમણે કહ્યું હતું કે કોવિડ-19 પછીની વૃદ્ધિ અલગ રીતે થઈ શકે છે. કારણ કે સામાજિક વ્યવહાર અને વ્યવસાય સાથે  વર્કપ્લેસ વ્યવહારમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. RBI ગવર્નર શક્તિકાન્ત દાસે કહ્યું હતું કે રૂરલ ડિમાન્ડ આર્થિક સુધારણા લાવી શકે છે. ગામડાઓમાં વપરાશની માંગમાં વધારો થયો છે.  જૂન ક્વાર્ટરમાં GDPમાં ભારે ઘટાડા પછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અર્થતંત્રમાં થોડો સુધારો થયો છે. MPCના મતે કૃષિ ક્ષેત્ર માટેનો આઉટલૂક સારો છે, પરંતુ નિકાસમાં ધીમી વૃદ્ધિ સરખામણીએ આયાત ઓછી થવાના ધીમા દરનાં કારણે સમસ્યાઓ ઉભી થઈ હતી.
 GDP ma thayelo gatado recover karta varsho lagi shake che RBI e MPC ni bethak ma vyakt thayeli chinta jahar kari

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જીએસટી ઇવે બિલ પૂર્વ-કોવિડ સ્તર પર RBI એ કહ્યું કે પેસેન્જર વાહન ઓગસ્ટના  નિરાશાજનક વેપારના દોરમાંથી  બહાર નીકળી ગયું છે. સપ્ટેમ્બરમાં જીએસટી ઈવે બિલ પૂર્વ-કોવિડ સ્તર પર વધ્યું હતું અને જીએસટીની આવક જૂન ક્વાર્ટર કરતા વધુ સારી હતી. ઉત્પાદન અને સેવાઓ PMI પણ ધીરે ધીરે સુધરી રહી છે.

બીજા ત્રિમાસિક સમયગાળામાં સ્થિરતા દેખાઈ MPCની ચર્ચા બાદ બહાર આવ્યું છે કે આ કારોબારી વર્ષના બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં સ્થિરતાના સંકેત છે. સરકારી ખર્ચ અને ગ્રામીણ માંગને કારણે બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ અને સેવાઓની કેટલીક કેટેગરીઝ પુન રિકવર થઈ રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં  જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો થયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

GDP ma thayelo gatado recover karta varsho lagi shake che RBI e MPC ni bethak ma vyakt thayeli chinta jahar kari

વર્ષ ૨૦૨૧માં વિકાસદર સારો રહેવાની આશા ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળેલી  નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં RBIએ મુખ્ય વ્યાજ દર રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રાખ્યો  હતો. RBIએ  આ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી હતી. RBIએ કહ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચ 2021 ના ત્રિમાસિક ગાળામાં વિકાસ દર હકારાત્મક રેન્જમાં રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati