Gautam Adani ની 2 કંપનીઓ Bond દ્વારા રૂપિયા 1500 કરોડ એકત્ર કરશે, Hindenburg Report બાદ પહેલીવાર Adani Group મોટી યોજના લાવશે

અદાણી ગ્રૂપ(Adani Group) નાણાં ની જરૂરિયાત પુરી કરવા દેવું વધારશે. ગૌતમ અદાણી(Gautam Adani)  ફરી એકવાર બોન્ડ(Bond)નો આશરો લઈ શકે છે. રોઇટર્સના અહેવાલો અનુસાર ગ્રુપની 2 કંપનીઓ બોન્ડ માર્કેટ(bond market)માંથી રૂપિયા 1500 કરોડનું ભંડોળ એકત્ર કરવા માંગે છે.

Gautam Adani ની 2 કંપનીઓ Bond દ્વારા રૂપિયા 1500 કરોડ એકત્ર કરશે, Hindenburg Report બાદ પહેલીવાર Adani Group મોટી યોજના લાવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 6:55 AM

અદાણી ગ્રૂપ(Adani Group) નાણાં ની જરૂરિયાત પુરી કરવા દેવું વધારશે. ગૌતમ અદાણી(Gautam Adani)  ફરી એકવાર બોન્ડ(Bond) નો આશરો લઈ શકે છે. રોઇટર્સના અહેવાલો અનુસાર ગ્રુપની 2 કંપનીઓ બોન્ડ માર્કેટ(bond market)માંથી રૂપિયા 1500 કરોડનું ભંડોળ એકત્ર કરવા માંગે છે. અહેવાલો માનવામાં આવે છે કે ગ્રુપ આ નાણાકીય વર્ષમાં રૂપિયા 10,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

હિન્ડેનબર્ગના અહેવાલે યોજના પર પાણી ફેરવી દીધું હતું

અદાણી ગ્રુપની યોજના પર હિંડનબર્ગના અહેવાલે પાણી ફેરવી દીધું હતું. જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારથી અદાણી ગ્રુપે બોન્ડ માર્કેટ અંગે વધારાની તકેદારી રાખવાનું શરૂ કર્યું હતું. હવે આ રિપોર્ટ આવ્યાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. અને આ જૂથને ઘણી ખાનગી ફંડ કંપનીઓ પાસેથી રોકાણ મળ્યું છે.

જે 2 કંપનીઓ ભંડોળ એકત્ર કરશે

બેન્કર્સે રોઇટર્સને જણાવ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપની બોન્ડ દ્વારા રૂ. 1,000 કરોડથી રૂ. 1,500 કરોડ એકત્ર કરવા માગે છે. બંને કંપનીઓ 5 વર્ષના બોન્ડ લાવવા માંગે છે. આ યોજનાથી વાકેફ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ બોન્ડ સપ્ટેમ્બરમાં જારી કરી શકાય છે. જો કે આ મુદ્દે અદાણી ગ્રુપ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ કંપનીઓની નજર પણ બોન્ડ માર્કેટ પર છે

અહેવાલો અનુસાર અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ઈલેક્ટ્રિસિટી પણ સંભવિત લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતની જાણકાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, જૂથ હિંડનબર્ગ કેસમાં સેબીની ચાલી રહેલી તપાસની રાહ જોઈ રહ્યું છે. સોમવારે સબમિટ થવાની ધારણા છે.

આ વર્ષે જુલાઇમાં અદાણી એન્ટરપ્રાઇઝે બોન્ડ માર્કેટમાંથી રૂ. 12,500 કરોડ એકત્ર કર્યા હતા. જૂથ આ 3 વર્ષના બોન્ડ માટે 10 ટકા વ્યાજ ચૂકવી રહ્યું છે. અને એક વર્ષ પહેલાં, જ્યારે અદાણી પોર્ટ્સે 3-વર્ષના બોન્ડ્સ દ્વારા રૂ. 1,000 કરોડ એકત્ર કર્યા હતા, ત્યારે વ્યાજ દર 6.25 ટકા હતો.

ગૌતમ અદાણીનો વિશ્વાસ

ગયા મહિને, અદાણીના ચેરમેન ગૌતમ અદાણીએ હિંડનબર્ગના અહેવાલને સમૂહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો “દુર્ભાવનાપૂર્ણ પ્રયાસ” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે પેનલને કોઈ ક્ષતિઓ ન મળી તે પછી જૂથ તેના ગવર્નન્સ અને ડિસ્ક્લોઝર ધોરણો પર વિશ્વાસ ધરાવે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">